સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

સુત્રાપાડા વિસ્તારમાં સસ્તા અનાજના ચોખા, તુવેર દાળ ઝડપાયા

મફત અપાતા ચોખા ર૦ થી રર રૃપીયામાં બજારમાં વેચાતા હોવાનો ખુલ્લો આક્ષેપઃ જીલ્લાભરમાં કરોડોનું કૌભાડ થતું હોવાનો ખુલ્લો આક્ષેપ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩૦: મફત અપાતું સરકારી અનાજનો પાંચ હજાર કીલો જથ્થો કાળા બજારમાં વેચવા જતો હોય તે ટ્રેકટર ઝડપાય જતા પોલીસે મામલતદાર પુરવઠા વિભાગ ને જાણ કરતા સાત લાખ નો મુદામાલ સીઝ કરી તપાસ હાથ ધરેલ છે.

સુત્રાપાડા વિસ્તારમાં મફત અપાતું સરકારી અનાજ છેલ્લા  કેટલાય સમય થી કાળા બજાર માં વેચાતું હોય તેવી અનેક ફરીયાદો થયેલ હોય તેમ છતા તંત્ર કોઈ તપાસ કરતું ન હોય સરકારી સસ્તા અનાજનો માલ હેરાફેરી થતો હોય તા.ર૮ ના રોજ મોડી રાત્રે સુત્રાપાડા ના પી.એસ.આઈ તથા સ્ટાફ વાહન ચેકીગ કરી રહેલ ત્યારે ટ્રેકટર ને રોકવી તપાસ કરતા સરકારી સસ્તા અનાજ નો મોટો જથ્થો તેમાં હોય તે ટ્રેકટર ને પોલીસ સ્ટેશને લાવેલ હતા તાત્કાલીક મામલતદાર અને પુરવઠા વિભાગ ને જાણ કરેલ હોય આ ટ્રેકટર માંથી ૯૬ ગુણ ચોખા ૪૮૦૦ કીલો રૃા.૧,રપ,ર૮૦ તથા તુવેરદાળ ૮ બાચકા ૧૬૦ કીલો રૃા.૧૪પ૬૦ નો મુદામાલ મળી આવેલ હતો.

ટ્રેકટર ચાલક પાસેથી વિગતો જાણતા તેને જણાવેલ હતું કે તે હરણાસાગામે થી જથ્થો ભરી લોઢવા લઈ જઈ રહયું હતું ડ્રાઈવરના નિવેદન બાદ મામલતદાર તથા પુરવઠા વિભાગે આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે અને ટ્રેકટર ટ્રોલી સહીત રૃા.૭ લાખ નો મુદામાલ સીઝ કરેલ છે.

સુત્રાપાડા મામલતદારએ જણાવેલ હતું કે ચાલક પાસેથી વિગતો જાણવા મળેલ છે તેમાં અલગ અલગ નામ આપી રહેલ છે પણગુણ ઉપર માર્કાઓ જોઈ અને આ જથ્થો કોનો હતો કોને આપેલ હતો અને કયાં લઈ જવાતો હતો તેની તપાસ કરવામાં આવશે તેમજ અનાજના નમુના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે તેમ જણાવેલ હતું.

ગીર સોમનાથ જીલ્લા માં મફત ચોખા,ધંઉ,તુવેર દાળ સહીત અનેક વસ્તુઓ સસ્તા અનાજ ની આવતી હોય છે દર મહીને કરોડો રૃપીયાનો માલ સીધેસીધો વેચાય જાય છે ભુતકાળમાં ભાજપના અનેક આગેવાનો ઝડપાયેલ હતા તેમ આર.ટી.આઈ એકટીવીસ્ટ મહેશ મકવાણા એ જણાવેલ હતું અનેક વખત લેખીત મૌખીક ફરીયાદ કરવા છતા કોઈ સામે કાર્યવાહી થતી નથી જીલ્લામાંથી લાખો કીલો માલ દર મહીને ખુલ્લા બજાર માં વેચાય છે પુરવઠા તંત્ર સહીત તમામવિભાગ ને આ કૌભાંડ ની બાતમી હોવા છતા કામગીરી કરાતી નથી.

(1:19 pm IST)