સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્‍ય હર્ષદ રીબડિયાનો જાહેરમંચનો વીડયો આવ્‍યો સામે, ભાજપમાં જોડાવાની વાતોને ગણાવી અફવા

(યાસીન બ્‍લોચ દ્વારા), વિસાવદર, તા.૩૦: વિસાવદર- ભેસાણ વિસ્‍તારના કોંગ્રેસના ધૂંઆધાર ધારાસભ્‍ય શ્રી હર્ષદભાઈ રિબડીયાનો કહેવાતા બિલખાનાં ભલગામ ખાતેનો એક જાહેર મંચનો એક વિડીયો બહાર આવ્‍યો છે.

આ વિડીયોમાં ધારાસભ્‍ય હર્ષદભાઈ રિબડીયા એવું કહી રહ્યા છે. મારા પુત્રનાં લગ્નમાં વર્તમાન ગુજરાત સરકારના મંત્રીઓ- ધારાસભ્‍યો- વરિષ્‍ઠ નેતાઓ આવેલા જે એક પરસ્‍પરના સામાજિક સંબંધોનો ભાગ છે, પરંતુ ત્‍યારથી હું ભાજપમાં જોડાઈ રહ્યાની સતત વાતો ફેલાઈ રહી છે. જે વાતોમાં કોઈ જ દમ નથી જે વાતો સરેઆમ અફવા જ છે.

ધારાસભ્‍ય રિબડીયાએ વધુમાં એમ પણ જણાવ્‍યું હતું કે, અહમદભાઈ પટેલની રાજયસભાની ચૂંટણી  વખતે જબ્‍બર પ્રલોભનો અપાયેલા છતા પણ અમો વશ થયા નહોતા. હું કોંગ્રેસમાં જ છુ અને કોંગ્રેસમાં જ રહેવાનો છુ, બાકીની બધી અફવા જ છે તેમ રિબડીયાએ કહ્યાનું વાયરલ વિડીયોમા હોવાનું જાણવા મળે છે.

(1:30 pm IST)