સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

મોરબીમાં મોડીફાઇડ સાયલેન્સર વાળા ૨૫ બુલેટ પોલીસે ડિટેઇન કર્યા

કાન ફાડી નાંખે તેવા અવાજનું ન્યુસન્સ ફેલાવતા બુલેટ ચાલકો સામે પોલીસની લાલઆંખથી લોકોમાં રાહત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : મોરબીમાં બુલેટના સાયલેન્સર મોડીફાઈડ કરી કાન ફાડી નાંખે તેવા અવાજનું ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે અને આવા વાહનચાલકો વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય અને ગૃહમંત્રી દોડીને આવ્યા બાદ પોલીસ ટીમ હરકતમાં આવી હતી કાયદો અને વ્યવસ્થા સ્થિતિ યોગ્ય બનાવવા સતત ફૂટ પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં મોરબીમાં એ ડીવીઝન, બી ડીવીઝન, મોરબી તાલુકા તેમજ ટ્રાફિક શાખા અને એલસીબી અને એસઓજી ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી બુલેટ બાઈક ચાલકો વિરૃદ્ઘ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સાયલેન્સરમાંથી ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા બુલેટ વાહનચાલકો સામે એમ વી એકટ ૨૦૭ મુજબ કુલ ૨૫ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. પોલીસની આ કાર્યવાહીની લોકોમાં પ્રશંસા થઇ રહી છે.

(2:01 pm IST)