સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

કાલે ગોંડલના ભોજરાજપરામાં શ્રીખીજડામામા દેવ મંદિરે અષાઢી બીજ મહોત્‍સવ

મહંત ચંદુબાપુ દેશાણીની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

ગોંડલ તા.૩૦ :  શ્રી મામાદેવની અસીમ કૃપાથી શ્રી મામાદેવના મંદિરે અષાઢી બીજ મહોત્‍સવ કાલે શુક્રવારે તા.૧ના આ મહોત્‍સવ ઉજવાશે.

શ્રી મામાદેવના પાવન પ્રસંગે અષાઢીબીજના પવિત્ર દિન નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોંડલ ખાતે આવેલા પવિત્ર તીર્થધામ સમા જયશ્રી રામ ખીજડામામા મંદિરના ધાર્મિક સ્‍થાને લોક કલ્‍યાણ અર્થે નવચંડી યજ્ઞ, ધ્‍વજા આરોહણ, બટુક ભોજન તથા ભોજનનું ભવ્‍ય આયોજન રાખવામાં આવેલ છે. શ્રી મામાદેવ દરેક વ્‍યકિતની મનોકામના પુર્ણ કરે તથા લોકોના ભાગ્‍ય આડેનું પાંદડુ શ્રી મામાદેવ પ્રત્‍યેની લોકોની શ્રધ્‍ધા આસ્‍થાથી દુર થાય તેવી પ્રાર્થના સહ સર્વભકતજનોની સહિયારી શ્રધ્‍ધાથી ઉજવાશે.

ભાવિકોને જયશ્રી ખીજડા મામાદેવ મંદિર ટ્રસ્‍ટ, ૩૧, ભોજરાજપરા ગોંડલ ફોન ૦ર૮રપ રર૪૩પ૮ મો.૯૮રપ૮ ૮૧૮૧ર ખાતે ઉપસ્‍થિત રહેવા મહંત શ્રી ચંદુબાપુ અને દેશાણી લઘુ મહંત શ્રી મયુરબાપુ સી. દેશાણી તેમજ ખીજડામા સહ પરિવાર જયશ્રી ખીજડાવાળા મામા પ્રેરણાધામ ગોંડલ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

કાલે શ્રી ગણપતિ દાદાનું પુજન : સવારે ૭.૦૦ કલાકે શ્રી ખીજડાપુજન સવારે ૯ કલાકે, શ્રી ખીજડામામાને સાફો ચડાવવાનું મુહુર્ત સવારે ૯.૧પ કલાકે, ધ્‍વજા આરોહણ (બાવનગજ) સવારે ૯.૩૦ કલાકે, નવચંડી યજ્ઞ, બીડુ હોમવાનો સમય સાંજે ૩.૩૦ કલાકે ભજન સંધ્‍યા : સાંજે ૪.૩૦ થી રાત્રીના ૧૦.૩૦ સુધી, પ્રસાદી સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી,  શ્રી મામાદેવની આરતી સાંજે ૭ કલાકે કરાશે.

(12:13 pm IST)