સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

જસદણની સરકારી હોસ્‍પિટલમાં અપૂરતી સગવડો અંગે રજૂઆત

(હુસામુદ્દીન કપાસી દ્વારા)જસદણ, તા. ૩૦ : સરકારી હોસ્‍પિટલને લાંબા સમયથી સરકાર દ્વારા અપગ્રેડ કરવામાં આવી છે પણ સરકાર દ્વારા હોસ્‍પિટલમાં પુરતા વાહનો, દવાઓ, ડોકટરો, સ્‍ટાફ મુકવામાં આવ્‍યો નથી.

 ગામમાં અત્‍યારે મોટાં ભાગના દર્દોઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી રહ્યાં છે. હાલ અધિક્ષક ગાયનેક વિભાગમાં ડોકટરોની કામગીરી સારી છે, પરંતુ કેટલાંક ડોકટરો માત્ર એક કલાક આવે છે ત્‍યારે વિવિધ ડોકટરોની જરૂર હોવા છતાં ડોકટરોને કાયમી કરવામાં આવતાં નથી.  શહેર અને તાલુકાના દર્દીઓ વર્ષોથી વિવિધ નિષ્‍ણાંત કાયમી ડોકટરોની ભરતી ન હોવાને કારણે હેરાન થાય છે ત્‍યારે રાજ્‍યનું આરોગ્‍ય તંત્ર કાયમી ડોક્‍ટરોની ભરતી કરતાં નથી. જેના કારણે દર્દીઓને સારવાર માટે ખાનગી અથવા રાજકોટ સરકારો હોસ્‍પિટલમાં જવું પડે છે. હોસ્‍પિટલ અપગ્રેડ થવાની જાહેરાતને એક વર્ષ કરતાં પણ વધુ સમય વિતી ગયો પરંતુ કાયમી ડોક્‍ટરો, પુરતી દવાઓ, હોતી નથી. ત્‍યારે આરોગ્‍ય તંત્ર દ્વારા હોસ્‍પિટલની દૂર કરવામાં ન આવે તો   ઘટતું પૂરો આપે નહિતર દર્દીઓએ હેરાન થવાનું રહેશે તેમ સામાજિક કાર્યકર અમરશી રાઠોડની યાદીમાં જણાવ્‍યું હતું.

(12:00 pm IST)