સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

મહુવામાં સવા બે, ગારીયાધારમાં ર ઇંચ વરસાદઃ ધ્રોલ-પીપરટોડામાં ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવનો માહોલઃ સર્વત્ર મિશ્ર હવામાન

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્‍ચે ભાવનગર જીલ્લાના મહુવામાં સવા બે ઇંચ, ગારીયાધારમાં ર ઇંચ વરસાદ પડયો છે.

જયારે જામનગરના ધ્રોલમાં ર મી. મી. અને પીપરટોડામાં ૧૦ મી. મી. ઝાપટારૂપે વરસાદ પડયો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં મહુવામાંસવા બે ઇંચ અને ગારીયાધારમાં બે ઈંચ વરસાદ પડ્‍યો છે જયારે જેસરમાં છુટો છવાયો વરસાદ પડ્‍યો છે. ભાવનગર શહેરમાં આજે પણ વરસાદે હાથતાળી દીધી હતી અને વરસાદ પડયો નહોતો.

ભાવનગર જિલ્લામાં આજે સવારે છ વાગ્‍યે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દરમિયાન જેસરમાં ૭ મી.મી. ,ગારિયાધારમાં ૪૮ મી.મી. અને મહુવામાં ૫૬ મી.મી .વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૬ ડિગ્રી નોંધાયું હતું જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા અને પવનની ઝડપ ૩૦ કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩પ મહત્તમ, ર૮ લઘુતમ ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧ર.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં પીપરટોડા ગામે ૧૦ મી. મી. તથા ધ્રોલમાં ર મી. મી. વરસાદ નોંધાયો છે.

(11:25 am IST)