સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક તા ૧૫ જુલાઈના રોજ મળશે

બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે

મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૫/૦૭/૨૦૨૨ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.

આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓએ પોતેજ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે.

(12:42 am IST)