સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

બગદાણામાં જળબંબાકાર જેવી સ્થિ તી ! : પહેલા જ વરસાદમાં ન માત્ર ડેમ ભરાઈ ગયો પરંતુ મહુવા-બગાદાણા અને તળાજા-મહુવા હાઈવે બંધ કરવાની તંત્રને ફરજ પડી

બગદાણામાં ત્રણ કલાકમાં મૂસળધાર ૬ ઇંચ વરસાદ ખાબકયો : મેઘ મહેરામણને કારણે બગદાણામાંથી વહેતી બગદી નદીમાં ધોડાપુર આવ્યુ

ભાવનગર તા.૨૯ : મહુવા તાલુકાનાં પ્રસિ દ્ધ તિ ર્થધામ બગદાણામાં મેઘ મહેરામણ થઈ હતી. જેમાં ધીમે ધારે શરૃ થયેલા વરસાદે જોત જોતામાં રોદ્ર રૃપ ધારણ કર્યુ હતુ. અને ત્રણ કલાકમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેના પગલે બાગદાણાનો પ્રસિ દ્ધ બગડ ડેમ ઓવરફલો થઈ ગયો હતો. એટલુ જ નહીં પરંતુ બગાદાણા અને નીચાણવારા વિ સ્તારોમાં જળબંબાકારની સ્થિ તી સર્જાઈ હતી. જેને કારણે તંત્રને મહુવા-બગદાણા અને તળાજા-મહુવા હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી.

. મંગળવારે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. તોફાની વરસાદ 6 ઇંચ ખાબક્યો હતો. પવનના સુસવાટા અને ગાજવીજ સાથે થયેલા વરસાદના લીધે બગદાણામાંથી વહેતી બગડ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. બગડ નદીમાં એટલું પાણી આવ્યું કે, બગદાણા ગામમાં કેડ કેડ સમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત આસપાસના વિસ્તાર કરમદીયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ, ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદના કારણે બગડ ડેમ 100 ટકા એક જ દિવસમાં ભરાઇ ગયો હતો. ઉપરવાસમાં પાણીની આવક યથાવત્ત રહેતા 0.15 મિમી ઓવરફ્લો થયો હતો. જળાશયમાંથી વહેતા પુરનો પ્રવાહ 4764 ક્યુસેક રાત્રે 10.15 કલાકે હતો. જેથી નીચાણવાળા વિસ્તારોને હાઇ એલર્ટ પર રહેવા સુચના આપવામાં આવી છે. જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી એક એવો બગડ ડેમ આ ચોમાસામાં પ્રથમ તબક્કાનાં વરસાદમાં ઓવર ફ્લો થઇ ગયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા હતા.

મંગળવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં જે જળાશયોના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થયો છે. જેમાં બગડ ડેમ જળસ્ત્રાવ વિસ્તારમાં 170 મી.મી અને રંઘોળા ડેમના જળસ્ત્રાવ વિસ્તારમાં 30 મી.મી વરસાદ નોંધાયો હતો. બગડ ડેમ ઓવરફ્લો થતા મોટીજાગધાર, નાની જાગધાર, લીલવણ અને તળાજાના ખારડી, પાદરગઢ, બોરડી, દાઠા અને વાલર ગામને અસર થઇ હતી. જેના કારણે પાણીના પ્રવાહમાં અવર જવર નહી કરવા માટે તાકીદ કરવામાં આવી છે.

(11:54 pm IST)