સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 30th April 2022

પોરબંદર પોલીસ તથા જેસીઆઇ દ્વારા સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન સેમિનાર

પોરબંદર તા.૩૦ : વિવિધ વિભાગોમાં ખાલી થયેલ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટેની જગ્‍યાઓ ભરવા માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ યોજાવાની છે આ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ સરળતાથી કેવી રીતે પાસ કરવી તેના માટે જસીઆઇ પોરબંદર અને પોરબંદર પોલીસ દ્વારા માર્ગદર્શન સેમિનારનુ આયોજન તા.૮ મીએ સવારે ૯ વાગ્‍યે ડો. ગોઢાણિયા કોલેજ ખાતે આયોજન કરેલ છે.

ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (જીપીએસએસબી) દ્વારા ગ્રામ પંચાયત તલાટી માટે ૩૪૩૭ અને જુનિયર કલાર્ક કલાર્ક માટે ૧૧૮૧ જગ્‍યાઓ ભરવા જાહેરાત કરવામાં આવી હતી આ બને પોસ્‍ટ માટે આગામી મે મહિના બાદ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ યોજાવાની સંભાવના છે આ બંને પરીક્ષાઓ તથા અન્‍ય વિભાગોની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા ઉમેદવારોને સંપૂર્ણ માહિતી સાથે માર્ગદર્શન મળી રહે તેવા શુભ હેતુથી તા.૮ રવિવારે સવારે ૯-૩૦ કલાકે ડો. ગોઢાણીયા કોલેજ ખાતે જેસીઆઇ અને પોરબંદર પોલીસ દ્વારા માર્ગદર્શન સેમિનારનુ઼ આયોજન કરવામાં આવ્‍યું છે.

આ સેમિનારમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ઉદઘાટક તરીકે ઉપસ્‍થિત રહેશે તથા સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓના માર્ગદર્શનનો બહોળો અનુભવ ધરાવતા ફેકલ્‍ટી ટીમ તરીકે ડીવાયએસપી ભરત પટેલ ગ્રામ્‍ય ડી.વાય.એસ.પી.પ્રકાશ પ્રજાપતિ અને દેવશીભાઇ મોઢવાડીયા ઉપસ્‍થિત રહી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા સરળતાથી કેવી રીતે પાસ કરી શકાય તેનું માર્ગદર્શન આપશે.

આ સેમિનારમાં લાભ લેવા ઇચ્‍છતા તમામ ઉમેદવારોએ મો.૯૭ર૪૯ પ૮પપ૪ અથવા મો.૭૯૮૪૭ પ૦૦૯૦ નંબર પર પોતાનું પુરૂ નામ વોટસએપ કરી એડવાન્‍સ રજીસ્‍ટ્રેશન કરાવી લેવા જેસીઆઇ પોરબંદરના સ્‍થાપક પ્રમુખ રોનક દાસાણીની યાદીમાં જણાવ્‍યું છ.ે

(2:09 pm IST)