સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 30th April 2022

હાથલા શનિદેવ મંદિરે શનિશ્વર અમાસે વહેલી સવારથી દર્શન માટે ભાવિકો ઉમટયા

શનિદેવના દર્શન-પુજા અર્ચના માટે ભાવિકોની લાઇનોઃ શનિદેવના પ્રાચીન કુંડમાં સ્‍નાનનું મહત્‍વ

(પ્રકાશ પંડીત દ્વારા) આદિત્‍યાણા, તા., ૩૦: પોરબંદર પાસે હાથલામાં શનિદેવના જન્‍મ સ્‍થળે આજે શનિશ્વર અમાસે દર્શન માટે વહેલી સવારથી ભાવિકો દર્શન માટે ઉમટી પડયા છે. શનિશ્વર અમાસે શનિદેવ મંદિરે દર્શન પુજા અર્ચના માટે લાઇનો લાગી છે.
આજે શનિવાર અને અમાસનો દિવસ હોવાથી શનેશ્વરી અમાસ કહેવાય છે અને આજે દેવભુમી દ્વારકા જીલ્લાના અને પોરબંદરથી નજીક હાથલા ગામે શનિદેવ મંદિરે વહેલી સવારથી ભકતોના ઘોડાપુર ઉમટી રહેલ છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે શનિદેવ મંદિરે એક પણ ઉત્‍સવ પ્રસંગ ઉજવયેલ ન હોય આજે લોકો ખુલ્લા મનથી શનિદેવ મંદિરે માનવ મહેરામણ ઉમટી પડેલ છે.
જયોતીષ શાષાના શનિગ્રહને ખુબ જ મહત્‍વ આપવામાં આવેલ છે. જન્‍મ કુંડળીમાં  તા.૧૧ મે,  તા. ૧૨ મે, પહેલે જો શનિદેવ બિરાજમાન હોય તો સાડા સાતી મોટી પનોતી ગણાય છે. જયારે કુંડલીમાં ચોથે અને આઠમે શનિદેવ હોય તો નાની પનોતી ગણાય છે. જે અઢી વર્ષની હોય છે.
પનોતી ચાલતી હોય ત્‍યારે મનુષ્‍યને કર્મો અનુસાર ફળ મળે છે. એક કહેવત છે અહીના કર્મો અહી ભોગવવા પડે તે અનુસાર શનિદેવ કર્મો મુજબ ફળ આપે છે. જો સારા કર્મો કર્યા હોય પો પનોતી દરમ્‍યાન સારૂ ફળ મળે છે અને જો ખરાબ કર્મ કરેલ હોય તો પનોતી દરમ્‍યાન ખરાબ ફળ મળે છે.
શનિદેવને રીઝવવા માટે દાનપુણ્‍યનું ખાસ મહત્‍વ છે. આજના દિવસે સ્‍નાન, દાન અને શ્રાધ્‍ધ કરવામાં આવે તો તે ખુબ ફળદાયી  ગણાય છે.
પનોતી દરમ્‍યાન વૃધધો-અશકત-અપંગ-અંધ-નિરાધાર લોકોની સેવા કરવામાં આવે અને દાન કરવામાં આવે તો પનોતીનું ખરાબ ફળ ઓછુ થાય છે. મા-બાપની સેવા કરવી એ જ ઉતમ ફળ ગણાય છે. શાષાોકત રીતે શનિદેવના દશ નામો છે. દશ વાહનો છે અને દસ પત્‍નીઓ છે. શનિદેવના ગીધ  જોડેલ લોખંડનો રથ આકાશ માર્ગ માટે છે અને જમીન પૃથ્‍વી ઉપર શનિદેવની સવારી પાડા ઉપર છે. શનિદેવ હાથીની સવારી ઉપર હોય ત્‍યારે સુખ-સંપતિ આપે છે. શનિદેવ ન્‍યાય કરવામાં કોઇની પણ લાગવગ ચલાવતા નથી. એટલે કે આ દેવની બધાને બીક લાગે છે. શનિદેવ યમ રાજાના સગા મોટાભાઇ થાય છે.
હાથલા શનિદેવ બહાર એક કુંડ આવેલ છે. આ કુંડમાં સ્‍નાન કરવાનું ખાસ મહત્‍વ છે. તેમાં પણ મામા-ભાણેજને સ્‍નાન કરાવી નવા વષાો પહેરાવી શણગારે તો શનિદેવની પનોતી નજીક આવતી નથી. મતલબ કે ખરાબ ફળ આપતી નથી એટલે શનિદેવની પનોતી જેને આવતી હોય તે શનિદેવ દર્શન કરવા જાય ત્‍યારે પોતાના ભાણેજને પણ સાથે લઇ જાય તેનું ખુબ જ મહત્‍વ રહેલ છે. ઉપરાંત આપણે જે કાયમી બુટ-ચંપલ પહેરતા હોય તે ત્‍યાં મંદિર બહાર મુકી આવીએ તો પણ પનોતી ઉતરી જાય તેવું માનવામાં આવે છે.
હાથલા શનિદેવ  મંદીરનું વિશેષ મહત્‍વ તો એ છે કે બાળકોથી માંડી વૃધ્‍ધો-મહિલાઓ શનિદેવના નિજમંદિરમાં જઇ પુજા અર્ચના કરી શકે છે.
શનિદેવની પનોતી ચાલતી હોય તે લોકો દરરોજ પીપળાને પાણી રેડી પુજા કરે અને ઓમ નમો ભગવંતે વાસુદેવાય મંત્રના જાણ કરતા કરતા નવ પ્રદક્ષીણા કરે તો ખુબ ફાયદો થાય છે.

 

(11:36 am IST)