સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 30th April 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સૂર્યપ્રકોપ

મહતમ તાપમાનનો પારો ઉંચે જતા હિટવેવ યથાવતીં

રાજકોટ,તા. ૩૦ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર સૂર્યપ્રકોપ યથાવત છે. અને મહતમ તાપમાનનો પારો ઉંચે ચડી ગયો છે.
જૂનાગઢ
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ  સોરઠમાં હિટવેવ યથાવત રહેતા લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે.
આ વર્ષે એપ્રિલ મહિનો ખૂબ જ ગરમો રહ્યો છે. કાળઝાળ ગરમીએ માઝા મુકતા લોકોના વેપાર-ધંધા, રોજગારને પણ અસર થઇ છે.
સખત ગરમી અનુે અંગ દઝાડતી લુને લઇ બપોર થતાની સાથે જ બજારો સુમસામ થઇ જતી હોવાની આર્થિક ફટકો પડયો છે.
શુક્રવારે આંશિક ઘટાડા સાથે જૂનાગઢનું મહતમ તાપમાન ૪૨.૯ ડિગ્રી રહ્યા બાદ આજે તાપમાન સાથે આકાશમાંથી ગરમી ઓકવાનું શરૂ થઇ ગયું છે. સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા અને પવનની ઝડપ ૬.૭ કિમી.ની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૯ મહતમ, ૨૭.૫ લઘુતમ, ૭૦ ટકા વાતારણમાં ભેજનું પ્રમાણ, ૧૨.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

 

(11:33 am IST)