સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

ટંકારાનો સારણ ડેમ કેશુભાઇની દેખરેખ હેઠળ તૈયાર થયો હતો : સાયકલમાં ગામડા ખુંદીને પક્ષની વિચારધારા જન-જન સુધી પહોંચાડી

ટંકારા સહકારી ક્ષેત્ર ના દિગ્ગજ નેતા વાધજીભાઇ બોડા. સ્વ. નગરશેઠ વાડીલાલ ગાંધી પરિવાર, પાટીદાર અગ્રણીઓ સાથી મિત્ર દિપકભાઇ રાજપરા, અમુભાઈ સોની સહિતનાએ પાઠવી શ્રધ્ધાંજલી

ટંકારા,તા.૨૯ : પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો નાતો ટંકારા સાથે પારિવારીક હોય એવી રીતે કર્મ ભુમી ગણી ટંકારા સિટ ઉપરથી ૧૯૯૫ માં ચુંટણી લડી મુખ્યમંત્રી બન્યા હતા રાજય સભા ના સદસ્ય સ્વ. ચિમન શુકલ ભારતીય જનસંદ્યની સંપૂર્ણ જવાબદારી કેશુભાઈ પટેલ ને ખંભે રાખી ખેડુતો ગ્રામિણો અને સર્વે સમુદાય ની સુવિધા માટે તનતોડ મહેનત કરી ભાજપ પક્ષ મા પાયા નો પથ્થર બની આજે જે આલીશાન ઈમારત ઉભી કરી છે.કેશુભાઈ સવારે  બસ મા બેસી ટંકારા આવે અને હકુભાઈ બ્રાહ્મણ ની સાઈકલ પર સવાર થઈને ગામડા ખુદી પક્ષ ની વિચારધારા જનજન સુધી પહોંચતી કરી હતી રાત્રીના અમુભાઈ સોની ત્યા ઉતારો અને કાચી સોપારી મુખવાસ ને કપુરી પાન ગલોફે ચડાવી દીન ચર્યા સહમંત્રો સાથે વાગોળતાં જે તે સમયે ખેડુતના મશિહા સ્વ. વલ્લભભાઈ પટેલ ના મુત્યુ પછી ટંકારા બેઠક પરથી કેશુભાઈ ચુંટણી લડ્યા અને મુખ્ય મંત્રી બન્યા હતા.ખેડુતો ના ખેતર સુધી પાણી પહોચતુ કરવા સિંચાઈ ડેમ નુ સ્વપ્ન જોઈ તેને સાકાર કર્યુ હતું અને ટંકારા સારણ ડેમ પણ કેશુભાઈ ની દેખરેખ હેઠળ તૈયાર થઈ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા પોતે એટલા દિર્ધ દ્રષ્ટા હતા કે જાત સર્વ કરી પછી ઈજીનયર પાસે એસ્ટિમેટ કરાવતા. તધ્ઉપરાંત ખેડુતોના ટેકટરને હાઈવે પર બે રોકટોક હેરાફેરી માટેની માન્યતા આપી આજના જુવાનીયા ને જકાત ની જાણકારી પણ નહી હોય એની નાબુદ કરી હતી. તો ગુજરાતમાં ગમે ત્યા ખાતેદાર નો નિર્ણય અને ૩૨ ક. જેવા સુધારા ખેડુતોના હિત મા આજે પણ યાદગાર છે. કુદરતી આફત મોરબી હોનારત. ભુકંપ વખતે સરકારી સહાય અનુમોદનીય હતી.

પ્રજાના પ્રશ્ને દુરનદર્શી હતા એક ફુલછાબ અખબારના કાયમી વાચક સૌરાષ્ટ્રની સમસ્યા ને લઈને છપાયેલા સમાચાર કટીંગ અવાર નવાર મુખ્ય મંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે ટપાલ વાટે મોકલતા અને એ ટપાલ બાપા અચુક વાચી સમાચાર ની તથ્યો જાણી તેનુ સમાધાન કરી પત્યુતર રૂપે વાચકને કરેલ કાર્યવાહીનો જવાબ સુધ્ધા આપતા. જે આજના અખબારી આલમ માટે ગર્વની વાત છે.

સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા એવા વાઘજીભાઇ બોડા એ કેશુભાઈને શ્રદ્ઘાંજલિ આપતા જણાવ્યું હતું કે ખેડુતના ખરા નેતા આજે ગુમાવ્યા છે કયારેય ન પુરાઈ એવી ખોટ પડી છે   જણાવ્યું હતું. તો ટંકારા ના નગરશેઠ સ્વ વાડીલાલ ગાંધી પરીવારે શોક વ્યકત કરતા જણાવ્યું હતું કે ટંકારા વિજય સરઘસ વખતે બગી ઉપર થી ઉતરી રાજય નો મુખ્ય મંત્રી નગર શેઠને સમાજ ના કોઈ પણ કામ માટે ધ્યાન દોરવા ભલામણ કરી હતી જે ચુંટાઈ ગયા પછી સાંભળવું અદ્બુત છે.

આ ઉપરાંત ટંકારા ના જુના સાથી મિત્રો અમુભાઈ સોની પરીવાર દિપકભાઇ રાજપરા જગુ ભાઇ કુબાવત પાટીદાર સમાજ ના શ્રેષ્ઠી ઓ એ અંગત પોતિકા ગુમાવ્યા ની લાગણી વ્યકત કરી શ્રદ્ઘાંજલિ આપી હતી.      

(4:02 pm IST)