સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

જુનાગઢમાં જલારામ રઘુવંશી મહિલા મંડળ દ્વારા ઓનલાઇન નવરાત્રીની ઉજવણી : સ્પર્ધકોને ઇનામ વિતરણ

જુનાગઢ : છેલ્લા ૧૦ વર્ષથી લોહાણા જ્ઞાતિના બહેનો-દિકરીઓ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળ, જુનાગઢ દ્વારા આ વર્ષે કોવિડની પરિસ્થિતીને ધ્યાનમાં લઇને ઓનલાઇન નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અલગ-અલગ આઠ સ્પર્ધાઓનું આયોજન કરાવામાં આવેલ. જેમાં આરતી શણગાર, ગરબા શણગાર, ગરબા ગાયન, નવદુર્ગા શણગાર, મા દિકરી રાસ, દેરાણી જેઠાણી રાસ, સાસ-વહુ રાસ તેમજ ચારનો ગૃપ રાસ સહિતની સ્પર્ધાઓ યોજાઇ હતી. જ્ઞાતિની મહિલાઓએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ નવતર નવરાત્રી મહોત્સવ ખુબ જ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો. ઇનામ વિતરણનો કાર્યક્રમ લોહાણા મહાજનવાડી જૂનાગઢ ખાતે મંડળના પ્રમુખ શ્રીમતી પ્રીતીબેન સાંગાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આઠેય સ્પર્ધામાં વિજેતા થયેલ બહેનો-દિકરીઓને ઇનામ આપવામાં આવેલ. આ કાર્યક્રમ સફળ બનાવવા ઉપપ્રમુખ મીનાબેન પરપડા સહિત મંડળના તમામ બહેનોએ જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(12:43 pm IST)