સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

સાયબર ક્રાંઇમના નાણાકીય છેતરપીંડીમાં રૂ. ૧.૩૧ કરોડ પરત મેળવી આપતી દેવભૂમી દ્વારકા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૨૯ : દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોશી સ તથા નાયબ પોલીસ અધિક્ષક  હિરેન્દ્ર ચૌધરીએ સાયબર ક્રાઇમ ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપ્યા મુજબ અત્રેના જીલ્લામાં સાયબર ક્રાઇમ સેલ પોલીસ ઇન્સ્પેકટર  જે. એમ. ચાવડાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ સેલ, દેવભૂમિ દ્વારકાના પો.કોન્સ. ધરણાંતભાઇ ખીમાભાઇ બંધિયા, પો.કોન્સ. નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, પો.કોન્સ. મુકેશભાઇ અરજણભાઇ કેશરીયા, પો.કોન્સ. રાજેશભાઇ પરસોતમભાઇ રંગાણી દ્વારા લોન-લોટરી ફ્રોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફોડ, જોબ ફોડ. શોપીંગ ફોડ, આર્મીના OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ્ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા સાયબર ક્રાઇમ સેલ હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.

અત્રેના જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા બનાવમાં અરજદાર રેવન્થ કુમાર કુર્રા S/O કુર્રા કોટેશ્વરા રાવ, ધંધો- RSPL કંપનીમાં નોકરી, રે. સીકોતર હાર્ડવેર રોડ, લક્ષ્મી મારબલની બાજુમાં જલારામ સોસાયટી ર, દ્વારકા, તા.દ્વરકા, જીલ્લો-દેવભૂમિ દ્વારકાવાળા સાથે થયેલ ફ્રોડની રકમ પરત અરજદાનને અપાવી સરાહનીય કામગીરી કરેલ. આ કામની હકીકત એવી કે, ગઇ તા. ૦૫/૧૦/ર૦ર૦ના રોજ અરજદારના મોબાઇલ નંબર પર મેસેઝ આવેલ કે તેમના બેંક ખાતામાંથી કુલ રૂ.૧,૪૮,૯૭૫.૦૦/- ઉપડી ગયેલ છે. ઉપરોકત ટ્રાન્ઝેકશન અરજદારની જાણ બહાર પેટીએમ ગેટવે પર થયેલ હતુ. એ રીતે બેંક એકાઉન્ટમાથી અનઓથોરાઇઝ (Unauthorized Transaction)  થયેલ હતુ  જેમા કુલ રૂ. ૧,૪૮,૯૭૫.૦૦/-નુ ફ્રોડ થયેલ હતુ.  જે બનાવમાં અરજદાર દ્વારા તાત્કાલીક સાયબર ક્રાઇમ સેલ, દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલીક જરૂરી પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે ભોગબનનારની રકમ ૧,૩૧,૬૩૮.૭૩/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.

(11:36 am IST)