સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

ભાવનગરમાં ત્રીજા પત્રકારનો ભોગ લેતો કોરોના વધુ ૧૬ કેસ : મોરબી જીલ્લામાં માત્રા ઘટી-૯ કેસ

રાજકોટ, તા. ર૯ : કોરોના હવે મંદ ગતિએ ચાલી રહ્યો છ તેવા અહેવાલો છે, પરંતુ હજુ દર્દીઓ બહાર આવી  હોવાનું જાણવા મળે છે.

ભાવનગરમાં કોરોના એ વધુ એક પત્રકારનો ભોગ લીધો છે.

મળતી વિગતો મુજબ ભાવનગરમાં બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અને ચિત્રલેખા, અભિયાન તેમજ જાણીતા દૈનિકપત્રમાં ફોટોગ્રાફર તરીકે સંકળાયેલા કમલેશભાઇ ડી. ત્રિવેદી ઉ.વ.પ૦ને કોરોના થતાં બજરંગદાસ બાપા હોસ્પિટલમાં દાખલ કરાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર અને મિત્ર વર્તુળમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં અગાઉ બે પત્રકારોના કોરોનાથી મોત નિપજયા છે.

ભાવનગરમાં પ૯ દર્દીઓ સારવાર હેઠળ

જિલ્લામાં વધુ ૧૬ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૪,૭૩૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૮ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૧ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં તળાજા ખાતે ર, તળાજા તાલુકાના વેજોદરી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે ૧ તેમજ ઘોઘા ખાતે ૧ કેસ મળી કુલ પ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૪,૩૯ કેસ પૈકી હાલ પ૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં કુલ ૪,૬૦પ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કેસો સતત ઘટી રહ્યા છે. મોરબી તાલુકામાં કોરોનાના માત્ર ૯ કેસ નોંધાયા છે તો જીલ્લામાં કુલ ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા છે.

મોરબી તાલુકામાં કોરોનાના નવા ૯ કેસો નોંધાયા છે જેમાં ૬ ગ્રામ્ય અને ૩ શહેરી વિસ્તારમાં નોંધાયા છે. જયારે અન્ય તમામ તાલુકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી તો વધુ ક્ષ્૪ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચૂકયા છે. નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ર૧૭૪ થયો છે જેમાં ૧૩પ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં ૧૯૧૭ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:34 am IST)