સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th September 2022

પોરબંદરમાં ગાંધી જયંતીએ આવતા મહાનુભાવો રાજકીય પ્રવચનોથી દૂર રહે તેવુ માણેક ચોક ઓટલા સમિતિનુ સુચન

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯ : ગાંધી જયંતીએ કીર્તિમંદિરે પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પવા આવતા મહાનુભાવો રાજકીય અને ચૂંટણીલક્ષી પ્રવચનોથી દુર રહે તેવું સૂચન માણેક ચોક ઓટલા સમિતિએ કર્યુ છે.

ગાંધી જયંતીએ પૂ. ગાંધીજીના જન્મ સ્થળ કિર્તિમંદિરે પૂ. ગાંધીજીને સેવાભાવ તથા રાજકીય આગેવાનો મહાનુભાવો આવે છે. અને કિર્તિમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના આયોજનમાં પ્રવચનો પણ રાખવામાં આવે છે. સામાન્ય રીતે ગાંધી જયંતીએ પૂ.ગાંધીજીના સિધ્ધાંતો સત્ય અહિંસા સર્વ ધર્મ સમભાવ ઉપર વકતવ્ય અપાય છે. કેટલીકવાર પ્રવચન આપનારા પ્રવચનોમાં રાજકીય અનેે ચૂંટણીના મુદાનો ઉલ્લેખ કરે છે ત્યારે ગાંધી જયંતીએ મહાનુભાવો રાજકીય કે ચૂંટણી લક્ષી પ્રવચનો થાય નહી તેવું સૂચન માણેક ચોક ઓટલા સમિતિએ કર્યુ છે.

ગાંધી જયંતીએ સવારે સર્વધર્મ પ્રાર્થના સભામાં નિમંત્રકો સહિત મર્યાદિત સંખ્યામાં પ્રવેશ અપાય છ.ે ત્યારે સર્વધર્મ પ્રાર્થના સભામાં સામાન્ય નાગરીકોને વિના રોકટોક પ્રવેશ અપાઇ તેવુ સૂચન માણેક ચોક ઓટલા સમિતિએ કરીને સર્વધર્મ પ્રાર્થના સભામાં કિર્તિમંદિરમાં બેસવા માટે જગ્યા ટુંકી પડે તો કિર્તિમંદિરની બહાર પાથરણા પાથરીને લોકો શાંતિથી બેસી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરી છે.

(2:09 pm IST)