સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th September 2022

મોરબીના લીલાપર ગામે ૪૦.૫૧ લાખનો દારૃ પકડાયો

મોરબી એલસીબી ટીમે દરોડો પાડી ૮૯૮૮ બોટલ દારૃના જથ્થા સાથે મિત ચૌહાણને ઝડપી લીધો : અન્ય ત્રણ શખ્સોના નામો ખુલતા શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૯ : મોરબીના લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનની ઓરડીમાં રૃ.૪૦.૫૧ લાખના વિદેશી દારૃનો જંગી જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં દરોડા દરમિયાન એક આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસ તપાસમાં અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલતા પોલીસે તેને કાયદાના સકંજામાં લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી ઙ્ગપોલીસના પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ, વિક્રમભાઇ કુગસીયાને ચોક્કસ બાતમી મળી હતી કે,ઙ્ગમોરબીના લીલાપર ગામની સીમમાં આવેલ રાધે પાર્ટી પ્લોટની પાછળ શીવ ગૌશાળા સંચાલીત ગીર ગાય ગૌશાળા એન્ડ ડેરીફાર્મની બાજુમાં ઙ્ગમિત વિજયભાઇ ચૌહાણ નામના યુવકે ભાડે રાખેલઙ્ગઙ્ગગોડાઉનની ઓરડીમાંઙ્ગવિદેશી દારૃનો વેપલો ધમધમી રહ્યો છે. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા.

આ દરોડા દરમિયાન વિદેશી દારૃ અલગ-અલગ બ્રાન્ડની કુલ ૮૯૮૮ બોટલ મળી આવી હતી.જેથી પોલીસે કુલ રૃ.૪૦,૫૧,૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી મિત વિજયભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં તેના અન્ય સાગરીત દિપકસિંહ ખોડુભા વાઘેલા,ઙ્ગચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા અને ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણના નામ ખુલતા એલસીબી પોલીસે સમગ્ર બનાવ અંગે ચારેય શખ્સો વિરુદ્ઘ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો અનેઙ્ગ૩ઙ્ગઆરોપીને ઝડપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઙ્ગઆ કામગીરીમાં એન.એચ. ચુડાસમા,ઙ્ગઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી,ઙ્ગએ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ,ઙ્ગટેકનીકલ ટીમ તથાઙ્ગખ્ણ્વ્શ્ મોરબીના સ્ટાફ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

(2:07 pm IST)