સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th September 2022

મોરબીના વેપારી સાથે ૭૫ લાખની છેતરપીંડી

અગાઉ કેન્દ્ર સરકારના વિદેશ વિભાગમાં ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખ આપી અને જમીન વેચાણમાં નફાની લાલચ આપી શિશામાં ઉતાર્યા : અમદાવાદના પંકજકુમાર સોલંકી, પ્રેમસાગર સોલંકી સામે ગુન્હો નોંધાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૯ : મોરબી જિલ્લામાં છેતરપિંડીના અવનવા કિસ્સા સામે આવી રહ્યા છે. તાજેતરમાં એક વેપારીનેઙ્ગ૨ઙ્ગઈસમોએ સરકારના વિદેશ વિભાગમાં ફરજ બજાવતા હોવાની ખોટી માહિતી આપીને રૃ.૭૫ઙ્ગલાખની છેતરપિંડી આચરી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

ટીંબડી ગામના પાટીયા પાસે નવરચના સ્ટોન પ્રોડકટ યુનિટના માલિક અનીલભાઇ જમનાદાસ ઠક્કરે પોલીસ ફરિયાદમાં અમદાવાદમાં રહેતા પંકજકુમાર ફકિરચંદ સોલંકી અને પ્રેમસાગર ફકિરચંદ સોલંકી વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે,ઙ્ગજુન-૨૦૧૬માં તેમનો આરોપી પંકજકુમાર સાથે ભેટો અમદાવાદમાં એક મિત્રના માધ્યમથી થયો હતો. જયાં પંકજકુમારે તેઓ જમીન,મિલકત લે-વેંચનુ કામ કરે છે અને બિલ્ડરોને માર્ગદર્શન તથા સલાહ સુચન આપવાનુ કામ કરે છે. આ ઉપરાંત તેઓ ઙ્ગજુના આઇ.આર.એસ થયેલ છે તથા અગાઉ તેઓ ભારત સરકારના વિદેશ વિભાગમાં ઇંગ્લેન્ડ ફરજ બજાવતા હતા તેમજ વર્લ્ડ બેંક યુ.કે.માં મોટા હોદ્દા પર હતા. હાલ તેઓ વી.વી.આઇ.પીના વિદેશ કાર્યક્રમોની ઇવેન્ટની મેનેજમેન્ટનુ કામ કરતા હોવાનું જણાવ્યું હતું. આ મુલાકાત બાદ પંકજકુમાર એ જ મહીનામાં બે વખત અનીલભાઇના ટીંબડી પાટીયા પાસે આવેલ નવરચના સ્ટોન યુનીટે આવ્યા હતા. અને ઙ્ગવી.વી.આઇ.પીના કાર્યક્રમ માટે સોમનાથના કોન્ટ્રાકટરોને નાણા આપવાના હોય પરંતુ દીલ્હીથી નાણા આવેલ ન હોવાથી અનીલભાઇ પાસે પંકજકુમારે રૃ.૧૦,૦૦,૦૦૦ની માંગણી કરી હતી અને અનીલભાઇએ વ્યવસ્થા કરી આપેલ હતી. જે નાણા તેમને દસ દિવસમાં પંકજકુમારે ઙ્ગપરત આપી દીધેલ હતા. જેથી આ વ્યકિત નાણા કીય વ્યવહારનો ચોખ્ખો છે. તેવી છાપ અનીલભાઇના મનમાં ઉભી થઈ ગઈ હતી. ઙ્ગ

વર્ષ ૨૦૧૬ના જુલાઇ મહિનાની શરૃઆતમાં જ પંકજકુમારે અનીલભાઇને જણાવ્યું હતું કે,ઙ્ગતેણે અમદાવાદ પાસે જમીન ખરીદેલ છે,ઙ્ગઅને પુરૃ પેમેન્ટ થયા બાદ જમીનના એક વીઘાના ૧૦ લાખના નફાથી વેચાઇ જાય તેમ છે અને અનીલભાઇને પણ જમીનનાં સોદામાં મોટો નફો મળે તેવી લાલચ આપી હતી. ઙ્ગ જે બાદ વર્ષ ૨૦૧૭ના જુલાઇ માસમાં પંકજકુમારે મોરબી આવીને અનિલભાઈ ને જણાવ્યું હતું કે,ઙ્ગજે જમીનનો સોદો કરેલ તે જમીન માલીકને રૃપીયા સાડા ચાર કરોડ ચુકવીએ તો દસ્તાવેજ થઈ જાય તેમ છે સરકારમાં કરેલ કામકાજમાં તેમના નાણાં રોકાઇ ગયા છે. તેથી રૃપીયા બે માસમાં સાડા ચાર કરોડની વ્યવસ્થા કરી આપવા અનિલભાઈને ખુબજ આજીજી કરેલ જેથી અનિલભાઈએ તેમની ભાગીદારી વાળી પેઢી જેઠવા સ્ટોન પ્રોડકટ માંથી તા.૦૫/૦૮/૨૦૧૭ ના રોજ રૃપીયા ૨૫ લાખ અને તા.૧૯/૦૯/૨૦૧૯૨૦૧૯ના રોજ રૃપીયા ૫૦ લાખ પંકજકુમારે ને તેની મીકામી ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢીના ખાતામાં જમા કરાવ્યા હતા. અને તે બાદ સતત અઢી વર્ષ સુધી પંકજકુમારે વિવિધ બહાના બનાવીને રૃપિયા આપવાનો ઇન્કાર કરી દીધો. ઙ્ગ

સમગ્ર મામલે પંકજકુમારના કહેવાથી તેમના મીત્ર જેન્દ્રસિંહ કેસરીસિંહ બિહોલાને મધ્યસ્થી બનાવીને પંકજકુમાર પાસેથી નાણાં અપાવવા વ્યવસ્થા કરવાનું નક્કી કરાવમાં આવ્યું હતું અને રૃ.૭૫ લાખ ચુકવવા માટેની કબુલાત તા.૦૩/૦૭/૨૦૨૦ ના રોજ આણંદના નોટરી જી.કે.સોલંકી સમક્ષ સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ લખાણ પંકજકુમારે કર્યું હતું. એ બાદ પણ કોરોના વાયરસનું બહાનું બનાવીને પંકજકુમારે નાણાં ચૂકવ્યા જ નહીં. જેથી અનિલભાઈએ પંકજકુમાર અને તેના સાગરીત પ્રેમસાગર ફકિરચંદ સોલંકી વિરુદ્ઘ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.આ ફરિયાદીના આધારે પોલીસે આઇ.પી.સી. કલમ-૧૨૦ (બી), ૪૦૬, ૪૧૯, ૪૨૦ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2:06 pm IST)