સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th September 2022

મોરબી-માળિયાના ગ્રામ્ય પંથકના ૧૯.૩૦ કરોડના રસ્તાના કામો મંજુર

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા ૨૯ : મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી-માળિયા વિસ્તારમાં જુદા જુદા રસ્તાની જરૃરિયાત સંદર્ભે કરેલ સર્વેક્ષણમાં ખાસ જરૃરિયાત જણાતા રસ્તાઓ માટે માર્ગ અને મકાન વિભાગની ક્ષેત્રીય કચેરીથી માંડીને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર સાથે પરામર્શ કરી દરખાસ્ત કરી હતી જેને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ૧૩ રસ્તાઓ રૃ ૧૯.૩૦ કરોડના ખર્ચે મંજુર કરાવવામાં સફળતા મળી છે

 જેમાં મોરબી-માળિયા તાલુકાના નેશનલ હાઈવેથી સાદુળકા રોડ, મોરબી જેતપર (પીપળી) સ્ટેટ હાઈવેથી મોરબી હળવદ સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો, નેશનલ હાઈવેથી પીલુડી રોડ, નેશનલ હાઈવેથી મધુપુર એપ્રોચ રોડ, ભકિતનગરથી કેનાલ રોડ, રંગપરથી શનાળા (ત) રોડ, વવાણીયા બાયપાસ રોડ (ચમનપર ચોકડીથી વર્ષામેડી ચોકડી રોડ) ચમનપર જોઈનીંગ ટૂ વવાણીયા-બગસરા રોડ, મોટા દહીંસરા (સ્ટેટ હાઈવે સુધી) રોડ, મોટા દહીંસરાના વિવેકાનંદ રેલ્વે ફાટકથી બુધિયાસરી મેલડી માતાજીના મંદિર સુધીનો રસ્તો, કુંભારિયા ગામે કેનાલથી શીતળા માતાજી મંદિર સુધીનો રસ્તો, જીકીયાળીથી ધોડાધ્રોઈ ડેમ સુધીનો રસ્તો એસએચ (વીરપર) થી નવયુગ સંકુલ રોડ સુધીનો રસ્તો ખાસ કિસ્સામાં મંજુર કરેલ છે જે મંજુરી અંગે જાણ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના માર્ગ અને મકાન મંત્રી જગદીશ પંચાલે બ્રિજેશભાઈ મેરજાને કરી છે

 મોરબી-માળિયા વિસ્તાર માટે વધુ રૃ ૧૯.૩૦ કરોડના રસ્તાઓ મંજુર કરાવવામાં બ્રિજેશ મેરજાને સફળતા મળી છે રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાજ્યનું કામ સંભાળતા બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તારના વિકાસની એટલી જ કાળજી લે છે આવા રસ્તાના કામ સિવાય સિંચાઈ, વીજળી, ઉદ્યોગ, પાણી પુરવઠા શીત મોરબી શહેરના અનેક કામો માટે સતત જહેમત ઉઠાવતા રહે છે.

(2:04 pm IST)