સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th September 2022

જુનાગઢ મારૂ કંસારા યુવા પ્રગતિ મંડળ દ્વારા નવરાત્રી ઉત્‍સવ

રાજકોટઃ નવરાત્રીની પૂર્વ સંધ્‍યાએ તા. ૨૫/૯/૨૨ રવિવારે જગતજનની જગદંબાના આગમનને વધાવવા માટે યોજાયેલ કાર્યક્રમમાં પ્રાચીન પરંપરા મુજબ વચ્‍ચે માતાજીની માંડવી રાખી, મા જગદંબાની સ્‍થાપના, શણગાર, રંગોળી કરી, શહેનાઈના મંગલ ધ્‍વનિ અને પવિત્ર ધૂપ વડે વાતાવરણ વિશુદ્ધ કરી, પૂજ્‍ય માતાજીની સાથે માતળસ્‍વરૂપા ૧૨ બાળાઓને મુગટ - ત્રિશૂળ સાથે શણગારી આ અલૌકિક વાતાવરણમાં ભવ્‍ય આરતીથી શુભારંભ થયો. જ્ઞાતિના બહેનો દ્વારા શણગારીને લાવવામાં આવેલ આરતીની થાળીઓ વડે માતાજી અને શક્‍તિ સ્‍વરૂપ બાળાઓની સમૂહ આરતી કરવામાં આવેલ.  જેતપુર રહેતા  રામજીભાઇ બારમેડાએ માતાજી બનેલ દરેક બાળાઓ માટે સ્‍પેશ્‍યલ ત્રીશૂલ બનાવી આપ્‍યા હતા. માતાજીને સામગ્રી ધરીને પ્રસાદ વહેંચવામાં આવેલ. સૌ પ્રથમ માતાજી સ્‍વરૂપ બાળાઓ સાથે બહેનોએ ૅરૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ..ૅ ગરબા પર રાસ લીધેલ. માતળસ્‍વરૂપા દરેક બાળાઓને વિવિધ ઉપયોગી ભેટ અને રોકડ રકમ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવેલ. દરેક બાળાઓને અરવિંદભાઈ પોમલ તરફથી રૂ ૧૦૧, ઈશ્વરભાઈ મેવચા તરફથી રૂ ૫૧, પ્રો ડૉ મહેન્‍દ્રભાઈ છત્રારા તરફથી રાઇટિંગ પેડ આપવામાં આવેલ. સંસ્‍થા તરફથી દરેક બાળાઓ અને બાળકોને ઉપયોગી ભેટ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવેલ. ૅમાતળમહિમૉ વિષયક પ્રાસંગિક ઉદબોધન  વિજયભાઈ પરમાર તથા ડૉ મહેન્‍દ્રભાઈ છત્રારાએ કર્યું હતું. પછી ઉપસ્‍થિત સૌ મહિલાઓ - પુરુષો, યુવક - યુવતીઓ અને બાળકોએ વિવિધ રાસ - ગરબા રજૂ કર્યા હતા.. ઉત્‍સાહ - ઉમંગભેર મન ભરીને ગરબાનો આનંદ માણેલ. જ્ઞાતિના યુવાન જશરાજ મેવચાએ અદ્ભૂત તલવાર રાસ રજુ કરેલ, તેમજ ડ્રોન કેમેરા દ્વારા વિડિયોગ્રાફી પણ તેના દ્વારા કરવામાં આવી હતી.

 ગરબા દરમિયાન ખેલૈયાઓ અને ઉપસ્‍થિત સૌ જ્ઞાતિજનો માટે ગોળ, લીંબુ, વરિયાળીના શરબત ની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ. ભાવવિભોર થઈ પૂજ્‍ય માતાજીની આરાધના કર્યા બાદ સૌએ ભાવતા ભોજનનો આસ્‍વાદ - પ્રસાદ લીધો હતો. ભોજન બાદ પરેશભાઈ બુધ્‍ધ, વિજયભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, ડૉ શૈલેશ બારમેડા, હર્ષિદાબેન પરમાર, હીનાબેન પરમાર, ભાવેશ મેવચા વગેરેએ કરાઓકે ટ્રેક પર સુરીલા ગીતો રજૂ કરેલ. જૂનાગઢ, જેતપુર, કેશોદ, માણાવદર વગેરે ગામના ૧૫૦ થી વધુ જ્ઞાતિજનો એ ઉમંગભેર હાજર રહી , જરૂરી સહયોગ કરેલ. સંસ્‍થા તરફથી બહેનોએ સૌનું તિલક કરી સ્‍વાગત કરેલ. સમગ્ર કાર્યક્રમને અનેરી સફળતા અપાવવા માટે સંસ્‍થાના પ્રમુખ ડૉ. શૈલેશ બારમેડા, નીલેશભાઈ મેવચા, ભાવેશભાઈ મેવચા, મનસુખભાઈ બુધ્‍ધ, સંજયભાઈ પરમાર, રામજીભાઈ બારમેડા, ક્રિમેશ બુધ્‍ધ, પુનિત બારમેડા, જશરાજ મેવચા, શીલાબેન બારમેડા, તુષારભાઇ છત્રારા, પ્રફુલાબેન બધ્‍ધભટ્ટી વગેરે કાર્યકરોએ ઈશ્વરભાઈ મેવચા, ડૉ મહેન્‍દ્રભાઈ છત્રારા, અરવિંદભાઈ પૉમલ, મથુરભાઈ મેવચા વગેરે વડીલોની સલાહ સૂચન અનુસાર જહેમત ઉઠાવી હતી. અત્‍યંત આનંદ સાથે આ દિવ્‍ય ભવ્‍ય રમ્‍ય અવસર ઉજવાયો હતો

(1:55 pm IST)