સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

જામનગર-હાપામાં ટ્રેન હેઠળ ઝંપલાવીને ૨ યુવકોનાં મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: જામનગર અને હાપામાં ૨ અલગ-અલગ બનાવમાં ૨ યુવકોએ ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરતા અરેરાટી વ્યાપી છે.
અગમ્ય કારણોસર યુવાને
ટ્રેન નીચે ઝંપલાવતા મોત
જામનગર જિલ્લાના હાપા ગામે રહેતા કાનજીભાઈ હંસરાજભાઈ પરમાર, ઉ.વ.૪પ એ પંચ એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૭–૧–ર૦રરના આ કામે મરણજનાર ભીમજીભાઈ હંસરાજભાઈ પરમાર, ઉ.વ.૪૦ વાળા હાપા ગામની સીમમાં રેલ્વે ફાટક પાસે પાટા ઉપર કોઈ અગમ્ય કારણસર રેલ્વે ના પાટામાં કપાઈ જતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા મરણ ગયેલ છે.
અગમ્ય કારણોસર યુવાને ટ્રેન નીચે ઝંપલાવતા મોત
જામનગર જિલ્લાના ચાવડા ગામે રહેતા નાનજીભાઈ વલ્લભભાઈ સંઘાણી, ઉ.વ.૪૮ એ પંચ બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૮–૧–ર૦રરના આ કામે મરણજનાર જેન્તીભાઈ વલ્લભભાઈ સંઘાણી, ઉ.વ.૪૪, રે. કૈલાશનગર, જામનગરવાળા કોઈ અગમ્ય કારણોસર સાંઢીયા પુલથી કનસુમરા ફાટક તરફ જતા રેલ્વે ટ્રેક ઉપર પોતનાની હાથે ટ્રેન સાથે અથડાઈ જતા મરણ ગયેલ છે.
ભીક્ષુકનું મોત
અહીં નવાગામ ઘેડમાં રહેતા સચીનભાઈ ભરતભાઈ વાઢેર, ઉ.વ.૩૬ એ સીટી ભએભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૮–૧–ર૦રરના સેતાવડ, જી.ડી.શાહ સ્કુલ પાસે, જામનગરમાં આ કામે મરણજનાર એક અજાણ્યો પુરૂષ, ઉ.વ.આ.૬પ વાળો ભીક્ષુક જેવો કોઈપણ કારણોસર મરણ થયેલ છે.
ચકકર આવતા પડી જતા આઘેડનું મોત
અહીં સિઘ્ધીવિનાયક પાર્ક, રણજીતસાગર રોડ, જામનગરમાં રહેતા નલિનભાઈ મોહનભાઈ ચિતારા, ઉ.વ.૬૧ એ સીટી એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૮–૧–ર૦રરના આ કામે મરણજનાર દિલીપભાઈ મોહનભાઈ ચિતારા, ઉ.વ.પ૦, રે. મયુરવિલા શેરી નં.–૪, જામનગર વાળા ને પોતાના ઘરે ઉબરા પાસે અચાનક ચકકર આવતા પડી જતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.
મારમાર્યાની રાવ
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ અરજણભાઈ પારીયા, ઉ.વ.૪૬, રે. હર્ષદમીલ ચાલી, પટેલનગર–૧, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૧–ર૦રરના શંકર ટેકરી, ચામુંડા માતાજીના મંદિર પાસે, જામનગરમાં આરોપીઓ કલ્પેશભાઈ ડાભી, કેતનભાઈ ડાભી, મેહુલ ડાભી, ફકરો, રે. જામનગરવાળા એકસંપ કરીને લાકડાના ધોકા વડે પગમાં તથા શરીરે આડેધડ ઘા મારી ફેકચર જેવી ઈજાઓ પહોંચાડી તથા ફરીયાદી રમેશભાઈના દિકરાને શરીરે મુંઢ માર મારી તથા ભુંડા બોલી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
ક્રિકેટ મેચનો જુગાર રમતો ઝડપાયો : એક ફરાર
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૧–ર૦રરના નવાગામ ઘેડ, કાંતીભાઈ ના વાડા પાસે, જામનગરમાં આરોપી નસીર દોસમામદ જોખીયા, રે. જામનગરવાળો પોતાના મોબાઈલમાં ક્રિકેટ એકસચેન્જ એપ્લીકેશન ઓસ્ટ્રેલીયા દેશમાં રમાતી બીગ બેશ લીગ ર૦ર૧–રર ની પર્થ સ્કોચર્સ વિ. સીડની સીકસર્સ વચ્ચેની મેચનો સ્કોર નિહાળી પોતાની અન્ય મોબાઈલ દ્વારા મેચ પર મેચની હારજીત તથા રનફેરના સોદાઓ આરોપી મો.નં. ૯પ૧ર૦ ૩૧૮૯૬ પાસે કરાવી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂા.૮૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી મો.નં.૯પ૧ર૦ ૩૧૮૯૬ વાળાની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂની સાથે ઝડપાયો : એક ફરાર
અહી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કમલેશભાઈ ડાયાભાઈ કરથીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૧–ર૦રરના ગાંધીનગર મચ્છરનગર બળીયા હનુમાનજીના મંદિર સામે રોડ ઉપર જામનગરમાં આરોપી મહેન્દ્રસિંહ નવલસિંહ સોઢા, રે. જામનગરવાળા એ રોયલ ચેલેન્જ ફાયનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી કંપનીની શીલબંધ ૭પ૦ એમ.એલ. ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી વિરેન્દ્રસિંહ બચુભા સોઢા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂની મહેફીલ માણતા બે ઝડપાયા
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૧–ર૦રરના પટેલ કોલોની શેરી નં.૯, પ્રગતિ ટેનામેન્ટ, શિવાની કન્સ્ટ્રકશન ઉપર ઓમકાર કોર્પોરેશન નામની ઓફીસ જામનગરમાં આરોપી મીતલ મુકેશભાઈ મોદી, રાકેશ ધીરૂભાઈ વાળા રે. જામનગરવાળા એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂ પી મહેફીલ માણતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–ર, કિંમત રૂા.૧૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

 

(1:57 pm IST)