સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

ધંધુકામાં હત્યાના વિરોધમાં ધ્રોલ સ્વયંભુ બંધ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ૨૯ : ધંધુકા ખાતે કિશનભાઇ ભરવાડની કરવામાં આવેલી હત્યાના વિરોધમાં ધ્રોલના હિંદુસેના, ચેમ્બર ઓફ કોમર્સ ભરવાડ સેવા સમાજ તથા વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલ ધ્રોલ બંધના એલાનના અનુસંધાને આ પ્રશ્ને શહેરના તમામ નાના-મોટા વેપારીઓ સહિત ચા-પાન-બીડીની રેકડીઓ તથા સ્ટોલોએ સ્વયંભુ બંધ પાળીને આ બનાવ સામે આક્રોશ દર્શાવેલ છે.
યુવાનની હત્યાના વિરોધમાં આપવામાં આવેલા બંધના એલાનના અનુસંધાને હિંદુસેન, ભરવાડ સેવા સમાજ સહિત વિવિધ સંગઠનોના કાર્યકરો અત્રે ગાંધી ચોક ખાતે એકત્રીત થઇને રેલીના સ્વરૂપમાં મામલતદાર કચેરી ખાતે જઇને આ બનાવના વિરોધમાં આવેદનપત્ર પાઠવીને આ પ્રકરણમાં સંડોવાયેલા સહિતના લોકો સામે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.
ધ્રોલ બંધના એલાનના અનુસંધાને પોલીસ તંત્ર તરફથી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
હત્યાના વિરોધમાં હિંદુ સેના, ચેમ્બર ઓફ કોમર્સ, ભરવાડ સેવા સમાજ તથા વિવિધ સંગઠનો દ્વારા ધ્રોલ શહેર બંધ રાખવાનું એલાન આપવામાં આવેલ છે તેમજ અત્રેના ગાંધી ચોક ખાતેથી રેલી સ્વરૂપે યુવાનો નીકળીને શહેરના રાજમાર્ગો ઉપરથી પસાર થઇને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

 

(1:56 pm IST)