સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

મોરબી જીલ્લામાં બિસ્‍માર મુખ્‍ય માર્ગોના પેચવર્ક અને નવીનીકરણ કરવા માંગ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૨૯: મોરબી જીલ્લાના મુખ્‍ય માર્ગો બિસ્‍માર હાલતમાં હોય જેનું પેચવર્ક કરવા તેમજ રોડના નવીનીકરણ કરવાની માંગ સાથે  મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે મુખ્‍યમંત્રીને પત્ર લખી જણાવ્‍યું છે કે મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત જીલ્લો છે જયાં અનેક ઉદ્યોગ વિકસ્‍યા છે જેથી મોટા વાહનો, પેસેન્‍જર વાહનો અને ખાનગી વાહનોની મોટી સંખ્‍યામાં અવરજવર રહેતી હોય છે વાહનોની સંખ્‍યા વધી છે તેના પ્રમાણમાં રોડ રસ્‍તા ખુબ જ સાંકડા અને ખરાબ હાલતમાં છે જેથી અકસ્‍માતોની સંખ્‍યામાં પણ વધારો થઇ રહ્યો છે
મોરબીના જેતપર રોડ, હળવદ રોડ, કંડલા બાયપાસ રોડ બિસ્‍માર હાલતમાં છે જેથી ઉદ્યોગકારો, રો મટીરીયલ્‍સ સપ્‍લાયર, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે અકસ્‍માતમાં મહામુલી માનવ જિંદગી છીનવાઈ જાય છે જેથી મોરબી જિલ્લાને ઓદ્યોગિક ઝોન જાહેર કરી જીલ્લામાં આવતા તમામ રોડ હેવી રોડ બનાવી ૪૦ થી ૫૦ ટન કેપેસીટી વાળા મજબુત બનાવવાની જરૂર છે જેથી તાત્‍કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે અને માંગણીઓને ધ્‍યાને નહિ લેવાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્‍ચારી છે.

 

(10:47 am IST)