સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

સાયલા તાલુકામાંથી બોગસ તબીબ ઝડપાયો: એક વર્ષથી પ્રેકટીસ કરતો પશ્ચિમ બંગાળનો શખ્સ

SOGએ રેડ કરી શખ્સને મુદ્દામાલ સાથે પકડી પાડયો: જિલ્લામાં એક જ અઠવાડીયામાં ત્રીજો બોગસ ડોકટર પોલીસના હાથે ઝડપાયો

 

સુરેન્દ્રનગર જિલ્લમાં એક જ અઠવાડીયામાં ત્રીજો બોગસ ડોકટર પોલીસના હાથે ઝડપાયો છે. સાયલા તાલુકાના દેવગઢ ગામેથી પોલીસે પશ્ચિમ બંગાળના શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી રૂપીયા 31,074ની કિંમતની દવાઓ ઝડપી લઈ તેની સામે ધજાળા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકો જાણે બોગસ તબીબો માટે ઘર બની ગયુ હોય તેમ બોગસ તબીબો ગામડાઓમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. સુરેન્દ્રનગર SOG ટીમે એક જ અઠવાડીયામાં ત્રીજો બોગસ ડોકટર ઝડપી લીધો છે. આ અંગે મળતી માહીતી મુજબ SOG પીઆઈ વી.વી.ત્રીવેદીની સુચનાથી સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલી ટીમના મગનભાઈ રાઠોડ, યોગેન્દ્રસીંહ ચુડાસમા, મહીપાલસીંહ રાણા સહીતનાઓને સાયલા તાલુકાના દેવગઢ ગામે બોગસ તબીબ હોવાની માહીતી મળી હતી. આથી SOG ટીમે દરોડો કર્યો હતો. જેમાં તબીબી પ્રેકટીસ કરતા પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાના પૃીમપારા તાલુકાના ભાઈના ગામના 26 વર્ષીય રાજભાઈ મોહન્દોદો બિસવાહ પાસે મેડીકલ પ્રમાણપત્ર માંગતા તેની પાસે આવુ કોઈ પ્રમાણપત્ર હતુ નહી. આથી પોલીસે રાજભાઈ મોહન્દોદો બિસવાહને રૂપીયા 31,074ની કિંમતની એલોપેથી દવાઓ સાથે ઝડપી લીધો હતો. પશ્ચિમ બંગાળના આ શખ્સ સામે ધજાળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી વધુ તપાસ SOG ચલાવી રહી છે.

 

(1:00 am IST)