જુનાગઢમાંથી ભાવનગરના રિઝવાન હાલારીની પિસ્તોલ સાથે ધરપકડ
ખૂનમાં ફરાર શખ્સ પાસેથી બે કાર્ટીસ પણ કબ્જે
જૂનાગઢ તા. ૧૭ : ગત રાત્રે જુનાગઢમાંથી ભાવનગરનો રિઝવાન હાલારી નામના શખ્સએ આર.આર.સેલના કાફલાએ પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલો આ શખ્સ એક ખુન કેસમાં ફરાર હતો.
આઇ.જી.પી. ડો. રાજકુમાર પાંડીયનની સુચનાથી આર.આર.સેલના પી.એસ.આઇ. ડી.બી.પીઠીયા તેમજ સ્ટાફના મુકેશ મોવલીયા, ગીરીરાજસિંહ વાઘેલા, પ્રદ્યુમનસિંહ ચુડાસમા અને સોમાભાઇ રેવર વગેરે ગત રાત્રે જુનાગઢમાં જુની આરટીઓ કચેરી પાસે નાઇટ પેટ્રોલીંગમાં હતા.
ત્યારે એક શખ્સ પોલીસનું વાહન જોઇને આડો અવળો થવા લાગયો હતો. આમ આર.આર. સેલના સ્ટાફે આ ઇસમને રોકીને તલાશી લેતા તેની પાસેથી રૂ. ૫૦ હજારની કિંમતની પિસ્તોલ તેમજ બે કાર્ટીસ મળી આવ્યા હતા.
પોલીસે આ શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા પકડાયેલો ઇસમ ભાવનગરમાં જુની આરટીઓ કચેરી પાસે રહેતો રિઝવાન જમાલ હાલારી નામનો શખ્સ હોવાનું જણાયું હતું.
આ શખ્સ ભાવનગરના એક ખૂનમાં ઘણા સમયથી ફરાર હતો. આ વિશેષ બારામાં પી.એસ.આઇ. પીઠીયાએ એ-ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.(૨૧.૧૩)