સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th November 2022

કોંગ્રેસના ઉમેદવાર અંબરીષભાઈ ડેરનો અનોખો પ્રચાર: પાણીમાં તરી વિકટર પોર્ટથી ચાંચ બંદર ગામે પહોંચ્યા

ચાંચ બંદર 300 મીટર ખાડીના પુલ રજૂઆત કરી તેમ છતાં સરકારે ધ્યાને ના લેતા પોતે 300 મીટર પાણીની અંદર તરી અને સરકારનું ધ્યાન દોરવા અનોખો પ્રયાસ કર્યો

રાજુલા વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર અંબરીષભાઈ ડેર ચુંટણી મેદાનમા પાર ઉતરવા નવો પ્રયાસ કર્યો છે. અંબરીષભાઈ ડેર ચૂંટણી પ્રચાર માટે વિકટર પોર્ટથી ચાંચ બંદર ગામે ખાડી તરીને પહોંચ્યા હતા. ચાંચ બંદર 300 મીટર ખાડીના પુલ રજૂઆત કરી તેમ છતાં સરકારે ધ્યાને ના લેતા પોતે 300 મીટર પાણીની અંદર તરી અને સરકારનું ધ્યાન દોરવા અનોખો પ્રયાસ કર્યો હતો. જો કે અંબરીશ ડેર પાણીમાં તરીને સામા કાંઠે પહોંચતા જ સ્થાનિકોએ આ નાટક બંધ કરોના સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો. વળી કેટલાક લોકો તેમના આ પ્રયાસની સરાહના પણ કરી હતી.

રાજુલા વિધાનસભા વિસ્તારમાં આવતા ચાંચ બંદર પર રાજકીય ગરમાગરમી જોવા મળી હતી. અહીં જ્યારે અંબરીશ ડેર દરિયાઈ ખાડીમાં તરીને પહોંચ્યા ત્યારે તેમના સમર્થકોએ 'અંબરીશ ડેર કામ કરે છે'ના સૂત્રોચ્ચાર કર્યા હતા

અંબરીષભાઈ ડેરે મીડિયાને જણાવ્યું હતું કે મારી અનેક રજૂઆત બાદ પણ સરકાર વિક્ટર બંદરથી ચાંચ બંદર પુલ મંજુર કરતી નથી એટલા માટે હુ વિરોધ નોંધાવા તરીને જ સામે પાર પહેંચ્યો હતો. ચાંચ બંદર પર જવા માટે લોકોને 42 કિલો મિટર દુર જવુ પડે છે. જો વિક્ટર બંદરથી ચાંચ બંદર વચ્ચે ખાડી પર 300 મિટરનો પુલ બનાવામાં આવે તો તો અંતર 22 કિલેો મિટર ઘચી જાય તેમ છે. આ મામલે અનેક વાર વિધાનસભામાં રજૂઆત કરી ચુક્યો છુ પણ સરકાર ઓરમાયું વર્તન રાખે છે. અને અહી પુલ મંજુર કરતી નથી તેથી સરકારની આંખો ઉગડે તે માટે તરીને આવ્યો હોવાનું જણાવ્યું હતું.

 

(7:23 pm IST)