સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th November 2022

ખંભાળીયાની વિજય હાઇસ્‍કુલના એન.સી.સી.કેડેટો દ્વારા મતદાર જાગૃતિ

ખંભાળીયા તા. ર૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ધારાસભાની ચૂંટણીના સંદર્ભમાં એન.સી.સી.કેડેટો દ્વારા કમાંડર નીતીનભાઇ નંદાણીયાની આગેવાની હેઠળ અભિયાન શરૂ કરીને મતદાર જાગૃતિના પ્રયાસો થયા હતા.

મતદાન જાગૃતિ માટે પ્રોમો વીડીયો બનાવીને એન.સી.સી.ના કેડેટોએ મતદાન વગર લોકશાહીના ચાલે મતદાન અવશ્‍ય કરો તથા લોકશાહીના અવસરમાં ભાગીદાર બનો તેવી અપીલ પણ કરવામાં આવી હતી.(૬.૧૪)

(1:27 pm IST)