સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th November 2022

ગિરનાર ૮.૮, નલીયા ૧ર.૬ અમરેલી ૧૩.૬ ડિગ્રી ઠંડી

રાજકોટમાં ૧પ.ર ડિગ્રી લઘુતમ તાપમાનઃ લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીમાં વધારો

રાજકોટ તા. ર૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંઠંડીમાં ધીમે-ધીમે વધારો થઇ રહ્યો છે આજે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન ૮.૮, નલીયા ૧ર.૬, અમરેલી ૧૩.૬, રાજકોટમાં લઘુતમ તાપમાન ૧પ.ર ડીગ્રી નોંધાયુ છ.ે

જુનાગઢ

જુનાગઢ : આજે ગિરનાર ખાતે ૮.૮ ડિગ્રી અને જુનાગઢમાં ૧૩.૮ ડીગ્રી ઠંડી રહી છે ભેજને લઇ વાતાવરણ ઠંડુગાર રહ્યું છે. રવિવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૪.૭ ડિગ્રી રહ્યા બાદ આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે તાપમાનનો પારો નીચે ઉતરીને ૧૩.૮ ડિગ્રીએ સ્થિર થતા સમગ્ર જુનાગઢ વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્તારમાં સવારના ૮.૮ ડિગ્રી ઠંડી રહેતા પ્રવાસીઓ સહિતના લોકો અને વન્ય જીવો ઠરી ગયા હતા.

વાતાવરણ ભેજનું પ્રમાણ ૭પ ટકા રહેલ. જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ બે કિમીથી ર૦ રહી ડિસેમ્બરમાં હજુ ઠંડી વધવાની શકયતા જોવાઇ રહી છે.(૬.૧૦)

કયાં કેટલી ઠંડી

શહેર           લઘુતમ તાપમન

અમદાવાદ     ૧ર૩

અમરેલી       ૧૩.૬

બરોડા         ૧પ.ર

ભાવનગર      ૧૬.૭

ભુજ            ૧૬.પ

દમણ          ૧૭.ર

ડીસા           ૧૪.૦

દીવ           ૧૪.પ

દ્વારકા          ર૦.૦

ગાંધીનગર     ૧૧.૩

જુનાગઢ        ૧૩.૮

કંડલા          ૧૬.૦

નલિયા         ૧ર૬

ઓખા          ર૩.ર

પોરબંદર      ૧૪.૦

રાજકોટ        ૧પ.ર

સુરત          ૧૭.પ

વેરાવળ        ૧૯.૦

(12:16 pm IST)