સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 28th November 2021

ભાવનગરમાં સાઉથ ફિલ્‍મના ચાલતા શુટીંગ દરમિયાન કલાકારોને નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા !!

કેસન્‍ટ રોડ પર ટ્રાફિક જામ થતા પોલીસે દોડવું પડયું

ભાનવનગર : ભાવનગરમા છેલ્લા બે દિવસથી સાઉથની એક ફ્લ્મિનું શુટીંગ થઈ રહ્યું છે. સાઉથના હીરો સાંઇ શ્રીનિવાસ સહિત કલાકારોના કાફ્લા સાથેના યુનિટે આજે શહેરના એ.વી. સ્કૂલ મેદાન, કેસન્ટ સહિતના વિસ્તારોમાં ફ્લ્મિના કેટલાક શોટ્સ લીધા હતાં. આ ટીમે ગઇકાલે અલંગ ખાતે પણ ફ્લ્મિનું શુટીંગ કર્યું હતું. વર્ષો બાદ ભાવનગરમાં સાઉથની ફ્લ્મિના કલાકારો સાથેનું શુટીંગ થતું હોય લોકોના ટોળે ટોળા શુટીંગ જોવા ઉમટી પડયા હતાં. જેના કારણે કેસન્ટ રોડ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

(1:01 pm IST)