સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

ગીરગઢડાના જરગલી રોડ બન્ને સાઇડ દબાણ હટાવાયું

ઉનાઃ  ગિરગઢડા તાલુકાના જરગલી ગામે છેલ્લા ઘણા સમયથી ઘણા અશમીઓ દ્વારા રોડની બન્ને સાઈડ દબાણ કરેલ હોય લોકોને પારાવાર મુશકેલીઓ નડતી હોય તેથી જરગલી ગ્રામ પંચાયત દ્વારા ૫૫.અશમીઓને થોડા દિવસ પહેલા નોટિસ ફટકારી હતી પરંતુ કોઈજ જવાબ ન મળતા આજે જરગલી ગ્રામ પંચાયત દ્વારા તાલુકાની ટીમ સાથે રાખી ૫૫.ઈસમોએ કરેલ પેસ કદમી હટાવાની કાર્યવાહી હાથ ધરતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી. દબાણ હટાવ કામગીરીની તસ્વીરો

(11:42 am IST)