સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

મોરબીમાં ટ્રાવેલ્સની ઓફિસે બેઠેલા ડ્રાઇવર રમેશ પર નશાખોરોનો હુમલો

મુળ પાટણના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૮: મોરબી ખોડિયાર ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો મુળ પાટણના શિહોરીનો યુવાન રમેશ શંકરભાઇ ઠાકોર (ઉ.વ.૩૫) રાતે અગિયારેક વાગ્યે ઓફિસે બેઠો હતો ત્યારે ત્રણ નશાખોર જેવા શખ્સોએ આવી ગાળાગાળી કરી છરી-પાઇપથી હુમલો કરતાં રમેશને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

હુમલો થયો ત્યારે રમેશનો ભત્રીજો વિક્રમ પણ ત્યાં હાજર હતો. તેના કહેવા મુજબ ઓચીંતો હુમલો થતાં પોતે ભાગી ગયો હતો. પોલીસે હુમલાખોરો અંગે તપાસ શરૂ કરી છે.

(11:39 am IST)