ચોટીલા નવા ગામની સીમમાં હિટાચી મશીન પરના સુપડા પર ચડી સેલ્ફી લેતા સમયે યુવક નીચે પડતા મોત
વઢવાણ તા. ૨૮ : ચોટીલાના નવાગામ વિસ્તારમાં હિટાચી મશીનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન હીટાચી મશીનના આગળના ભાગે સુપડા ઉપર ચડી અને વિકાસકુમાર મોબાઇલમાં સેલ્ફી લઈ રહ્યા હતા તે સમયે સુપડા ઉપર ઓઇલ તેમજ ગ્રીસ હોવાના પગલે વિકાસકુમાર નો પગ લપસ્યો હતો અને નીચે પટકાયા હતા જેને લઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ હેમરેજ સાથે બ્લડિંગ થઈ જતા વિકાસ કુમારનું કરુણ મોત નીપજવા પામ્યું છે.
પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ વિકાસ કુમારની ડેડબોડીને પ્રાથમિક પીએમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી પરંતુ ગંભીર બનાવવા હોય અને અન્યત્ર પરિવારના મનમાં સવાલ ઊભા થતા હોવાના પગલે રાજકોટ ખાતે પેનલ પીએમ માટે ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
સામાન્ય રીતે પોલીસ ડાયરીમાં યુવકનું નીચે પટકાવવાના પગલે મોત નીપજ્યા હોવાનું કારણ દર્શાવ્યું અને મોત નીપજ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે તેવા સંજોગોમાં પરિવારને હજુ પણ આ મામલે આશંકા જઈ રહી હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે જેથી ચોટીલા સરકારી હોસ્પિટલના પીએમના સ્થાને રાજકોટ પેનલ પીએમમાં યુવકની ડેડબોડીને ખસેડવામાં આવી છે કે કોઈએ ધક્કો મારી હોય અથવા હત્યા કરી અને લાસ ફેંકી દીધી હોવાની પણ હાલમાં આશંકા વર્તાઈ રહી છે.