સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th January 2023

સાવરકુંડલા ફોરેસ્‍ટ વિભાગના યાસીન જુણેજાનું સન્‍માન કરાયું

સાવરકુંડલા :   ફોરેસ્‍ટ વિભાગમાં પુરી નિષ્ઠા પ્રતિષ્ઠા વફાદારી પૂર્વક ફરજ બજાવતા મુસ્‍લિમ સંધિ સમાજના યુવાન યાસીનભાઈ ઓસમાણભાઈ જુણેજાએ પોતાની બહાદુરી અને હોશિયારી મુજબ સિંહના ગુન્‍હાના આરોપીને ગણતરીના દિવસોમાં દબોચી લેતા તેવી પ્રસંશનીય કામગીરી બદલ ૨૬ મી જાન્‍યુઆરીના દિવસે  હેડ ઓફ.ફોરેસ્‍ટ ચતુર્વેદી ગાંધીનગર  ખાતે સેંકડો અધિકારીઓની ખાસ ઉપસ્‍થિતિમાં યાસીનભાઈ ઓસમાણભાઈ જુણેજાને સન્‍માન પાત્ર આપી સન્‍માનિત કરેલ હતા. અને યાસીન જુણેજાની કામગીરી નીઅધિકારીઓએ  ખૂબ જ  પ્રસંશા કરી હતી. યાસીન જુણેજા એ ફોરેસ્‍ટ વિભાગમાં પુરી નિષ્ઠા પ્રમાણિકતા પૂર્વક કામગીરી કરતા સન્‍માનિત થયેલ છે તેથી યાસીન જુણેજા એ સમગ્ર ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટ અને મુસ્‍લિમ સમાજ અને ખાસ કરીને સંધિ મુસ્‍લિમ સમાજનું ગૌરવ વધારેલ હતું  યાસીન જુણેજાનું સન્‍માન થવા બદલ હર્ષ સાથે આવકારી અભિનંદન પાઠવતા  સંધિ જમાતના પૂર્વ પ્રમુખ અલીભાઈ જાખરા ઉપપ્રમુખ હાજી જાહિદભાઈ  સમાં. મંત્રી અબ્‍દુલભાઈ બ્‍લોચ વિગેરે કારોબારી મેમ્‍બરો પાઠવેલ હતા.(તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી સાવરકુંડલા)

(1:21 pm IST)