સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 27th November 2022

લાલપુર તથા જામજોધપુર તાલુકાના ચૂંટણી ફરજ અર્થે રોકાયેલ કર્મીઓ માટે વાહન વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ

જામનગર:ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી લાલપુર દ્વારા જણાવાયુ છે કે, જામજોધપુર તથા લાલપુર તાલુકાના ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓને જામનગર જિલ્લાની અન્ય વિધાનસભામાં પ્રિસાઈડીંગ ઓફીસર કે પ્રથમ પોલીંગ ઓફીસર તરીકે નિમણૂ્ંક પામેલા કર્મચારીઓને લાલપુર ખાતેથી સંબંધિત વિધાનસભાના મુખ્ય મથકે જવા શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ, લાલપુર-જામજોધપુર રોડ, લાલપુર ખાતેથી તા.૩૦/૧૧/ ૨૦૨૨ ના રોજ સવારે ૭-૦૦ કલાકે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ જામજોધપુર તાલુકાના ચૂંટણી ફરજ પરના પુરૂષ કર્મચારીઓ માટે જામજોધપુરથી જામનગર જિલ્લાની અન્ય વિધાનસભા ખાતે ચૂંટણી ફરજ અર્થે જવા માટે તા.૩૦/૧૧/ ૨૦૨૨ ના રોજ સવારે ૫-૩૦ કલાકે મીની બસ સ્ટેન્ડ જામજોધપુર ખાતેથી તેમજ જામજોધપુર તાલુકાના મહિલા પોલીંગ સ્ટાફ માટે લાલપુર જવા માટે તા.૩૦/૧૧/૨૦૨૨ સવારના ૮-૦૦ કલાકે મીની બસ સ્ટેન્ડ જામજોધપુર ખાતેથી બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પોતાના વાહનમાં જવા ઈચ્છતા કર્મચારીઓ સંબંધિત વિધાનસભાના મુખ્ય મથકે નિયત થયેલા સમયે જઈ શકશે. જેની તમામ કર્મચારી ભાઈઓ તથા બહેનોએ નોંધ લેવી

(6:48 pm IST)