સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 27th November 2022

મંજૂરી લીધા બાદ પણ જે એમ સી દ્વારા હોડિંગ તેમજ ઝંડી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતા જામનગર આમ આદમી પાર્ટીના 78 વિધાનસભાના ઉમેદવાર કરસનભાઈ કરમુર સર્કિટ હાઉસ ખાતે ધરણા પર

ઉમેદવાર કરસનભાઈ કરમુર જવાબદાર અધિકારી સાહેબની મુલાકાતે ગયા હતા અને ત્યાં સર્કિટ હાઉસ ખાતે ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો હતો

જામનગર: આજરોજ આમ આદમી પાર્ટી ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી જામનગર ખાતે પધારી રહેલ હોય અને તેમના રોડ શોનું આયોજન કરવામાં આવેલ હોય જે રોડ શો ના રૂટ પર જામનગર મહાનગરપાલિકા પાસેથી આમ આદમી પાર્ટી દ્વારા હોર્ડિંગ્સ લગાડવા અંગેની મંજૂરી લેવામાં આવી હતી આ મંજૂરી લીધા બાદ પણ જે એમ સી દ્વારા હોડિંગ તેમજ ઝંડી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતા 78 વિધાનસભાના ઉમેદવાર કરસનભાઈ કરમુર જવાબદાર અધિકારી  સાહેબની મુલાકાતે ગયા હતા અને ત્યાં સર્કિટ હાઉસ ખાતે ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો હતો આજથી સુધી જામનગરના ઇતિહાસમાં કોઈપણ રાજકીય નેતા આવતા હોય ત્યારે તેના રૂટ પર લગાવેલ બેનર ઝંડીઓ દૂર કરવાનો આ પ્રથમ બનાવ જામનગર ખાતે જોવા મળ્યો છે

(3:38 pm IST)