સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 27th November 2022

મોરબીના ઘુટુમાંથી ગુમ થયેલ બાળક ઇન્દોરથી મળી આવ્યો

જાતે જ કહ્યા વગર દાદા-દાદીના ઘરે ચાલ્યો ગયો હતો: અપહરણની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો

 મોરબીના ઘૂંટુ રોડ ઉપર હરિઓમ સોસાયટીમાં ફઈબા સાથે રહેતો સગીરવયનો બાળક સ્કૂલે ગયા બાદ તા.23ના બપોરથી લાપતા બનયો હતો. આ બાળક ઇન્દોરથી મળી આવ્યો હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘૂંટુ રોડ ઉપર હરિઓમ પાર્ક સોસાયટીમા રહેતા લીલાબેન પીયૂષભાઈ કાલરીયાના ભાઈ કરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ પરમારનું મૃત્યુ થતા તેમનો પુત્ર મુકેશ કરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ પરમાર ઉ.13 નામનો બાળક લીલાબેન સાથે જ રહે છે અને મોરબીના ઘૂંટુ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 7મા અભ્યાસ કરે છે.  

  દરમિયાન ગત તા.23ના રોજ લીલાબેનનો ભત્રીજો મુકેશ કરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ પરમાર રાબેતા મુજબ સ્કૂલે ગયા બાદ બપોરે ઘેર પરત ન ફરતા પરિવાર દ્વારા વ્યાપક શોધખોળ કરી હતી પરંતુ મુકેશ નહિ મળી આવતા મુકેશના અપહરણની શંકાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ બાળક હાલ ઇન્દોરથી મળી આવ્યો છે આ અંગે તાલુકા પીઆઇ કે.એમ.વાળાએ જણાવ્યું કે બાળક પાસે પૈસા હતા. તે ઇન્દોરની બસમાં બેસી ગયો હતો. ત્યાં તે તેના દાદા-દાદી પાસે પહોંચી ગયો હતો

(9:50 pm IST)