મોરબીના જોધપર પાસે ફલોરા હાઉસમાં જુગારનો હાટડો ચાલતો'તો : છ પકડાયા
તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૭ : મોરબીના જોધપર ગામની સીમમાં આવેલ ફલોરા હાઉસમાંથી જુગાર રમતા છ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈને ૬.૦૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
મોરબી જીલ્લા એસપીના માર્ગદર્શન હેઠળની એલસીબી ટીમે બાતમીને આધારે જોધપર નજીક આવેલ ફલોરા હાઉસના બંગલામાં દરોડો કર્યો હતો. જેમાં આરોપી કલ્પેશ લાલજીભાઈ પટેલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોય રેડ દરમિયાન આરોપી કલ્પેશ લાલજીભાઈ પટેલ, કલ્પેશભાઈ કાનજીભાઈ પટેલ, દીપેશ ઉર્ફે દીપક ઉર્ફે હોઠારો ગણેશભાઈ પટેલ, પ્રભુલાલ માવજીભાઈ પટેલ, જયંતીલાલ ગાંડુભાઈ પટેલ, જીવરાજભાઈ મેઘજીભાઈ પટેલ રહે. બધા મોરબી વાળાને ઝડપી લઈને ૬,૦૭,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.