દેગામ પાસે રાત્રી રોકાણ કરતી એસ.ટી. બસમાંથી ડીઝલની ચોરી
વઢવાણ તા. ૨૭ : સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે તસ્કરો બેફામ જિલ્લામાં બની રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના વધુ એક બનાવ સામે આવ્યો છે જયારે સુરેન્દ્રનગરથી દહેગામ મુકામે રાત્રી રોકાણ કરતી એસટી બસમાંથી ડિઝલની ચોરી થયા હોવાની ફરિયાદ એસટી ડ્રાઇવર દ્વારા નોંધાવવામાં આવી છે.
ભરતકુમાર મોતીભાઇ ગોહીલ રબારી ઉં.વ.૩૫ ધંધો ડ્રાઇવીંગ રહે.લખતર ખારીયા શેરીએ ફરીયાદ નોંધાવેલ છે કે, દેગામ ગામના બસ સ્ટેન્ડ પાસે આરોપી અજાણ્યા ચોર ઇસમો ફરીયાદીના હવાલા વાળી સરકારી બસ નં.જીજે-૧૮-ઝેડ-૫૩૫૮ વાળી દિવસ દરમ્યાન રૂટમાં ફરી ને રાત્રી દરમ્યાન દેગામ મૂકામે નાઇટમાં રોકાયેલ હતા.
દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ ફરી. ના હવાલાવાળી સરકારી બસ નું ડીઝલ ટેન્ક ના મીટર ના બોલ્ટ કાઢી નાખી ડીઝલ ટેન્ક માંથી ડીઝલ આશરે લીટર ૧૫૦ જેની કીં.રૂ.૧૨,૦૦૦ની કિંમત ના ડીઝલની ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા બાબત. તપાસ પો.હેડ કોન્સ. શ્રીઆર.જે.મીઠાપરા બજાણા (માલવણ) પો.સ્ટે.નાઓ કરે છે.
ચોટીલાના ઢોકળવા ગામની મોરપળા સીમમાં મારામારી
નાથાભાઇ સુખાભાઇ જોગરાજીયા ત.કોળી ઉં.વ ૫૫ ધંધો ખેતી રહે. ઢોકળવા ગામની મોરપળા સીમ તા.ચોટીલાએ ફરીયાદ નોંધાવેલ છે કે,ઢોકળવા ગામની ચરમાળીયો આરોપી (૧) વેલાભાઇ કુરાભાઇ ઝાપડીયા (૨)ધીરૂભાઇ હરજીભાઇ ઝાપડીયા (૩)મુકેશભાઇ ધીરૂભાઇ ઝાપડીયા (૪) ભુપતભાઇ વેલાભાઇ ઝાપડીયા રહે.બધા ઢોકળવા ફરીયાદીની પત્ની લીલાબેન ગઇ તા.૧૩/૧૧/૨૦૨૦ ના વાડીએ જતા હતા ત્યારે આરોપી નં(૩) નાપોતાનુ ટ્રેકટર ઝડપ થી ચલાવી આવતો હોય જેથી ફરી ના પત્ની સાહેદલીલાબેનએ ટ્રેકટર ધીમુ ચલાવવાનુ કહેતા આરોપી નં(૩) નાએ ફરી ની પત્ની સાથે બોલાચાલી કરેલ હોય જેનુ મનદુખ રાખી આ કામના ફરીયાદી પોતાની વાડીએ જતા હોય ત્યારે રસ્તા ઉપર આરોપી નં(૧) નાએ ફરી ને ડાબા હાથના અંગુઠા ઉપર લાકડી મારી તથા આરોપી નં(૨) નાએ ફરીને કુહાડીની બુંધરાટી (ઉંધી કુહાડી) ડાબા પગના નળામાં મારી ફ્રેકચર ની ઇજા કરી ફરી નીચે પડી જતા આરોપી નં(૩) તથા (૪) નાઓએ ફરી ને શરીરે પગ માં તથા વાંસામાં લાકડી વતી માર મારીશરીરે નાની મોટી ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યા બાબત. તપાસપો.હેડ કોન્સ. ભરતસિંહ પરમાર નાની મોલડી પો.સ્ટે.નાઓ કરે છે.