સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

ટંકારા નજીક રાહદારી આડો ઉતરતા બાઇક સ્લીપ થતા આધેડનું મોત

ટંકારા - મોરબી તા. ૨૭ : ટંકારા તાલુકા પંચાયત નજીકથી બાઈકમાં આધેડ જાત હોય ત્યારે રાહદારી આડો ઉતરતા તેને બચાવવા જતા બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં આધેડનું મોત થયું હતું જયારે એકને ઈજા પહોંચી છે.

ટંકારાના જબલપુરના રહેવાસી મયુરભાઈ કાનજીભાઈ ફેફર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટંકારાના કલ્યાણપરના રહેવાસી વેલજીભાઈ હંસરાજભાઈ સવસાણી મોટરસાયકલ જીજે ૩૬ એન ૧૦૫૮ લઈને ટંકારા તાલુકા પંચાયત પાસેથી જતા હોય ત્યારે એક માણસ આડો ઉતરતા મોટરસાયકલ ચાલક વેલજીભાઈએ એકદમ બ્રેક મારી હતી જોકે બાઈકની સ્પીડ હોવાથી બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વેલજીભાઈને ઈજા પોંચી હતી જયારે ફરિયાદી મયુરના અદા ગોરધનભાઈ પટેલને ગંભીર ઈજા થતા મોત થયું છે.

(11:42 am IST)