સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

મોરબીની રાષ્ટ્રીય કૃત બેંકોની ખાનગીકરણના વિરોધમાં હડતાલ

 મોરબી : દેશની રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ખાનગીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એક દિવસની હડતાલનું બેંક યુનિયને એલાન આપ્યું હતું. જેના પગલે મોરબીની પણ બેંકોએ એક દિવસની હડતાલ પાડી હતી મોરબીમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓ પણ હડતાલમાં જોડાઈ હતી. જેથી કરોડોના વ્યવહારો ઠપ્પ થયા હતા અને એક દિવસ હડતાલ કરી ખાનગીકરણનો બેંક કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:41 am IST)