સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

જાહેરમાં થુકવા બાબતે થયેલ નજીવા ઝઘડામાં અંજારમાં હેડ કોન્સ્ટેબલની હત્યા કરનાર ઝડપાયો

૧૯ વર્ષીય સુનિલ ઉર્ફે મુન્નાએ હેડ કોન્સ્ટેબલ વિજય ચૌહાણને કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધા'તા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૭:  અંજારમાં જાહેર રોડ ઉપર પોલીસ કર્મીની હત્યા કરનાર આરોપી ઝડપાઈ ગયો છે. પોલીસે ૧૯ વર્ષીય હત્યારા સુનિલ ઉર્ફે મુન્ના નારાણ સીજુ મહેશ્વરીની ધરપકડ કરી છે.

ચારેક દિવસ પહેલાં જાહેર બગીચામાં થૂંકનાર સુનિલ ઉર્ફે મુન્નાને હેડ કોન્સ્ટેબલ વિજય ચૌહાણે ઠપકો આપતાં સામાન્ય બોલાચાલી અને ઝઘડો થયો હતો.

જેના ખાર રાખીને બે દિ' પહેલા આરોપી સુનિલ ઉર્ફે મુન્નાએ પોલીસ કર્મી વિજય ચૌહાણ ઉપર કુહાડી વડે હુમલો કરી કુહાડીના દ્યા મારી નિર્મમપણે હત્યા કરી હતી.

મૃતક વિજય ચૌહાણ પશ્ચિમ કચ્છ પોલીસના માતાના મઢ થાણા મધ્યે વાયરલેસ ઓપરેટર હતા.

(11:47 am IST)