સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th September 2022

ત્રાકુડા ઉમરાળી વચ્‍ચે સિંહના આંટાફેરા

ફોરેસ્‍ટ વિભાગની બે ટીમ કામે લાગી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૭ : છેલ્લા એક સપ્તાહથી ગોંડલ પંથકમા સિંહની સવારી આવી ચુકી હોય ફોરેસ્‍ટ વિભાગ ઉંધેમાથે થયો છે. એક સિહણ તથા બે બચ્‍ચા ધારી તરફ ઘરવાપસી કરી ચુક્‍યા છે.પણ એક નર સિંહ ત્રાકુડાની સીમમાં ફરી રહ્યો હોય તેને જબ્‍બે કરવા ફોરેસ્‍ટ વિભાગે કવાયત હાથ ધરી છે.

નવરાત્રી દિવાળીના દિવસોમા છેલ્લા ચાર પાંચ વર્ષથી ગોંડલ પંથકમાં સિહ પરીવાર ધામા નાંખે છે. એક સપ્તાહ પહેલા દેરડી તરફ એક સિંહણ તથા બે બચ્‍ચા એ દેખાડો દિધો હતો. અલબત્ત સિંહણ બચ્‍ચા સાથે કુકાવાવ થઈ ધારી તરફ ચાલી ગઈ છે.

જયારે એક સિંહ ત્રાકુડા અને ઉમરાણી વચ્‍ચે હોય આરએફઓ ડી.એમ.જાડેજા, ફોરેસ્‍ટર એચ.એમ.જાડેજા, બીટ ગાર્ડ બી.એમ.ચુડાસમા સહીતની ટીમ રેસ્‍ક્‍યુની તૈયારી સાથે ત્રાકુડાની સીમ ખુંદી રહી છે. સિંહને પિંજરે પુરવા જેતપુર ઉપરાંત જુનાગઢ શક્કરબાગની ટીમ પણ જોડાઇ છે. સિંહ વારંવાર લોકેશન બદલતો હોય ફોરેસ્‍ટ વિભાગ ઉંધે માથે થવા પામ્‍યુ છે.

(11:38 am IST)