સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th September 2022

અમરેલીના ઉદય ગજેરાની અમદાવાદ ખાતે ચાલી રહેલા યોગાસન પ્રિ-નેશનલ કોચિંગ કેમ્પમાં પસંદગી

અમરેલી :ભારતે વિશ્વમાં યોગાસનને ઉત્કૃષ્ટ સ્થાન અપાવ્યું છે, ત્યારે યોગાસન રમતને ભારત સરકારના યુવા, રમતગમત મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત થયા બાદ પ્રથમ વખત ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને 'નેશનલ ગેમ્સ-૨૦૨૨'માં યોગાસનનો રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાનું ગૌરવ એવા ઉદય ગજેરા અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રિ-નેશનલ કોચીંગ કેમ્પમાં પંસદગી પામ્યા છે.

 ઉદયને રાજય સરકાર તરફથી ટ્રેનિંગ માટે દિવ્યાકુમારી (ચીફ કોચ), દિવ્યા પાર્થ પટેલ (કોચ), અમીત ચોકસી (કોચ) દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સમાં યોગાસન સ્પર્ધા તા.૬ થી તા.૧૧ ઓક્ટોબર, ૨૦૨૨ અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડીયા સ્ટેડિયમ ખાતે યોજાશે, જેમાં ઉદય ગજેરા ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે.

(12:54 am IST)