ખુન કરવાની કોશીષના ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનથી પકડી પાડતી રાજુલા પોલીસ
રાજુલા ,તા. ર૭ : મ્હે. પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગાંધીનગર નાઓ દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ખાસ ડ્રાઇવ રાખવા જણાવેલ જે અન્વયે ભાવનગર રેન્જ ડી.આઇ.જી. અશોકકુમાર યાદવ સાહેબની સુચનાથી અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઇવ રાખેલ હોય અને ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચનાઓ કરેલ હોય અને મે.ના.પો.અધિ. સાવર કુંડલા વિભાગ કે.જે.ચૌધરીએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. આર.એમ.ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ હકીકત મળેલ હોય કે, ખુન કરવાની કોશીષ જેવા ગંભીર ગુન્હાના આરોપી રાજસ્થાન મુકામે રહેતો હોય જેથી આરોપીને પકડવા માટે ટીમ બનાવી રાજુલા પો.સ્ટે.ના અના.એ.એસ.આઇ સાંગાભાઇ મેરામણભાઇ હુણ તથા પો.કોન્સ. વિજયભાઇ મકાભાઇ ભાડલીયા તથા પો.કોન્સ. અનકભાઇ બાલુભાઇ ભુકણ નાઓને રાજસ્થાન મુકામે મોકલી ખુન કરવાની કોશીષના ગુન્હામા છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન રાજ્યના પાલી જીલ્લા ખાતેના ખીમેલ ગામેથી નીલેશભાઇ ભીખુભાઇ બાબરીયા ઉવ.૨૬ રહે.મુળ ચામુંડા વિડિયો પાછળ તા.રાજુલા જી.અમરેલીને ઝડપી લીધેલ છે. આ કામગીરી કરનાર અધીકારી/કર્મચારી સદરહું કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. આર.એમ.ઝાલા સાહેબ તથા અના.એ.એસ.આઇ સાંગાભાઇ મેરામણભાઇ હુણ તથા પો.કોન્સ. વિજયભાઇ મકાભાઇ ભાડલીયા તથા પો.કોન્સ. અનકભાઇ બાલુભાઇ ભુકણવિ. પોલીસ સ્ટાફનાઓ દ્વારા કરવામા આવેલ છે.