મોરબીની અવની ચોકડીએ કાચા-પાકા દબાણો હટાવી ડીમોલીશન કામગીરી પૂર્ણ કરાઈ.
મોરબી શહેરની અવની ચોકડીએ રોડ બનાવવાની કામગીરી પૂર્વે કામમાં નડતરરૂપ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે જેમાં આજે નગરપાલીકાની ટીમ દ્વારા કાચા પાકા દબાણો દુર કરવામાં આવ્યા હતા
મોરબીની અવની ચોકડીએ ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય જે સમસ્યાને ધ્યાને લઈને પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કામગીરી તેમજ રોડ માટેની કામગીરી કરવાની હોય જેથી આ કામોમાં નડતરરૂપ બને તેવા બાવળ-ઝાડી ઝાખડ અગાઉ હટાવવામાં આવ્યા હતા તો આજે પાલિકાની ટીમ દ્વારા કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા વંડી વાળી લેવી, દરવાજા મુકવા સહિતના પાકા દબાણો પર પાલિકાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું
પાલિકાની ટીમ દ્વારા આજે અવની ચોકડીથી ચોકિયા હનુમાન મંદિર સુધી ડીમોલીશન કરીને નડતરરૂપ તમામ દબાણો હટાવી લેવામાં આવ્યા હતા અને ડીમોલીશન કમ્પલીટ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું