સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

શા. માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP દ્રોણેશ્વર ગુરુકુલમાં યોજાયેલ ઓન લાઇન મહાપૂજા ગુરુકુલની સુવર્ણ કપિલા ગાયના દૂધથી ઠાકોરજીને અભિષેક કરાયો

ઉના તા.૨૬ આપણી ભારતીય પ્રજા ધાર્મિક છે. સૌ કોઇને કોઇ ઇષ્ટદેવમાં શ્રદ્ધા ધરાવે છે તો આવા કટોકટીભર્યા સમયમાં પ્રાર્થના એજ સાચો રસ્તો છે.

    હાલ વિશ્વસ્તરે અને ખાસ કરીને  ભારત અને ગુજરાતમાં કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે મહામારીનો પ્રકોપ શાંત થાય અને કોરોના મહામારીમાં સપડાઇ ગયેલા લોકો જલ્દી સાજા થાય તેવા શુભ હેતુથી, ઉના પાસે મચ્છુન્દ્રીના કિનારે, દ્રોણેશ્વર મહાદેવ તથા હનુમાનજી મહારાજની સાનિધ્યમાં, પુરુષોત્તમ માસના પવિત્ર સમયમાં અને વિશેષે કરીને શ્રીહરિનવમીના પુનિત અવસરે, નૂતન દ્રોણેશ્વર ગુરુકુલના પ્રાર્થના ખંડમાં, SGVP ગુરુકુલના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીનાં માર્ગદર્શન સાથે વૈદિકવિધિથી ઓન લાઇન મહાપૂજા કરાવવામાં આવી હતી જેમા દેશ વિદેશના ૮૦૦ ઉપરાંત કુટુંબોએ ઓન લાઇન મહાપૂજા કરી હતી.

    ખાસ કરીને ગુરુકુલ ગૌશાળાની સુવર્ણ કપિલા ગાયના દૂધ અને પંચામૃતથી ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ  અને ઠાકોરજીને અભિષેક કરવામાં આવ્યો હતો. મહાપૂજાની તમામ વિધિ માધવપ્રિયદાસજી સ્વામીએ કરાવી હતી.

    મહાપૂજાની તમામ વ્યવસ્થા ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી અને કોઠારી નરનારાયણદાસજી સ્વામીએ સંભાળી હતી.

(12:37 pm IST)