સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th July 2021

રાજ્યભરના પ્રજાપતિ સમાજના રાજકીય અગ્રણીઓની મોરબી ખાતે ચિંતન બેઠક યોજાઇ.

તમામ રાજકીય પાર્ટીના આગેવાનોએ રાજકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરેલ અને આગામી સમયમાં સમાજને રાજકીય રીતે નવી ઊંચાઈઓ પર કેવી રીતે લઈ જઈ શકાય એ વિષય પર સંવાદ થયો

મોરબી : મોરબીમાં રાજ્યભરના પ્રજાપતિ સમાજના રાજકીય અગ્રણીઓની ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગઈકાલે તા. 25ના રોજ રાજકીય અસ્મિતા 2021 અંતર્ગત મોરબી ખાતે પ્રજાપતિ સમાજના ગુજરાતભરના પ્રજાપતિ રાજકીય અગ્રણીઓની ચિંતન બેઠક યોજાયેલ હતી. જેમાં પ્રજાપતિ સમાજના તમામ રાજકીય પાર્ટીના આગેવાનોએ રાજકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરેલ અને આગામી સમયમાં સમાજને રાજકીય રીતે નવી ઊંચાઈઓ પર કેવી રીતે લઈ જઈ શકાય એ વિષય ઉપર સંવાદ થયો હતો. આવી રીતે આવનાર સમયમાં રાજકીય ચિંતન બેઠકો કરી સમાજને સાચી દિશા આપવાનું કામ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી થયેલા લીલાવંતીબેન પ્રજાપતિ, મોરબી નગરપાલિકાના ચેરમેન પ્રજાપતિ મનસુખભાઇ બરાસરા તેમજ વિવિધ મોરચામાં પ્રજાપતિ સમાજના હોદેદારોને સન્માનિત કરવામાં આવેલ હતા. આ તકે વીરચંદભાઈ પ્રજાપતિ, અનિલભાઈ પ્રજાપતિ, વાઘજીભાઈ પ્રજાપતિ, દલસુખભાઈ જાગાણી, ગોકળભાઇ ભોરણીયા, મનસુખભાઇ પ્રજાપતિ (મિટ્ટિકુલ), અમિતભાઇ અંદોદરિયા વિજયભાઈ ભોરણીયા, અલ્કાબેન પ્રજાપતિ, વર્ષોબેન પ્રજાપતિ, જી. એસ. પ્રજાપતિ, પ્રદીપભાઈ દલવાડી સહીત રાજ્યના પ્રજાપતિ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન લોકસાહિત્યકાર પ્રજાપતિ અશ્વિનભાઇ બરાસરાએ કરેલ હતું. આ આયોજનને સફળ બનાવવા પંકજભાઈ પ્રજાપતિ (રિવેરા સિરામિક), બિપીનભાઈ પ્રજાપતિ, ધર્મેન્દ્રભાઈ બારેજીયા અને તેની ટીમે જેહમત ઉઠાવેલ હતી.

 

(10:06 pm IST)