સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th June 2022

ગોંડલ નગપાલિકાના સેનિટેશન વિભાગની ત્વરિત કામગીરી:વરસાદથી ધરાશય વૃક્ષોને હટાવાયા

સાંજે મીની વાવાઝોડું ફૂંકાતા શહેરના યોગીનગર અને સ્ટેશન પ્લોટમાં આશરે ૧૫ જેટલા તોતિંગ વૃક્ષો ધરાશાયી

ગોંડલ : રવિવારની સાંજે મીની વાવાઝોડું ફૂંકાતા શહેરના યોગીનગર અને સ્ટેશન પ્લોટમાં આશરે ૧૫ જેટલા તોતિંગ વૃક્ષો ધરાશાયી થવા પામ્યા હતા નગરપાલિકાની સેનિટેશન શાખાના ચેરમેન હંસાબેન માધડ અને પૂર્વ ચેરમેન અનિલભાઈ મધડે પળ ભર નો વિલંબ કર્યા વગર સેનિટેશન શાખાના તમામ કર્મચારીઓ અને જેસીબી, ટ્રેકટર સહિતની સાધન સામગ્રીઓ લઈ જઈ ને ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.કેટલાક વૃક્ષો ને કારણે રસ્તા બંધ થઈ ગયા હતા.પણ સેનિટેશન ની ટીમ ની ત્વરિત કામગીરી ના પગલે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

(11:51 pm IST)