સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th May 2022

પોરબંદરમાં ફુડ વિભાગે બ્રેડ ચાની ભૂકી અને ફરાળી ભાખરીના લીધેલા નમૂના ફેઇલ: પાંચ વેપારીઓને ૪.૪પ લાખનો દંડ

ઙ્ગ(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૬ઃ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અગાઉ ચેકિંગ હાથ ધરી શહેરમાંથી વિવિધ જગ્યાએથી ખાદ્ય ચીજોના સેમ્પલ એકત્ર કરી વડોદરા ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા હતા.. જેમાં પાંચ સ્થળેથી લીધેલા નમીના ફેઇલ થતા અધિક કલેકટર દ્વારા વેપારીઓ તેમજ ઉત્પાદક સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૃ. ૪,૪૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.

કમલાબાગ સામે ભવાની બેકરીમાંથી સ્પેશિયલ બ્રેડનો નમુનો ફેઇલ થતા રૃ.૭,૫૦૦ નો દંડ, નવી પોલીસ લાઇન પાસે કીર્તિ ટી સ્ટોરમાંથી ચાની ભૂકીનો નમૂનો ફેઇલ થતા રૃ.૭૫૦૦નો દંડ, આશાપુરા ચોકડી પાસે જેલીબિન ફુડ પ્લસ ખાતે ફરાળી ભાખરી અને ફરાળી ખાખરાનો નમુનો ફેઇલ થતા પેઢીને કુલ રૃ. ૨ લાખ અને ઉત્પાદક પેઢીને રૃ.ર લાખનો દંડ તેમજ જીઆઇડીસીમાં એમ.જી.ફૂડ પેઢી ખાતેથી સીંગતેલનો નમૂનો ફેઇલ થતા આ પેઢીને રૃ. ૩૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિયમોનું પાલન નહીં કરનારા વધુ ૪ વેપારીઓને નોટીસો ફટકારવામાં આવી છે.

(1:04 pm IST)