સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

સિંધી ભાષાના પ્રખર વિદ્વાન, સર્જક, વિવેચક અને સિંધોલોજીના સ્થાપક ડો. સતીષ રોહડાનું કચ્છના આદિપુરમાં દુઃખદ નિધન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::::: સિંધી ભાષાના જાણીતા મર્મજ્ઞ અને સર્જક ડો. સતીષ રોહડાનું આદિપુર મધ્યે દુઃખદ નિધન થયું છે. ૯૨ વર્ષીય ડો. સતીષ રોહડા એ સિંધી ભાષાના સંવર્ધન, પ્રચાર પ્રસાર અને અભ્યાસ માટે આદિપુરમાં ૧૯૮૯ માં ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિંધોલોજી ની સ્થાપના કરી હતી. સિંધી ભાષામાં બે ડઝન કરતાંયે વધુ પુસ્તકો લખનાર ડો. સતીષ રોહડાએ અંગ્રેજી, હિન્દી માં પણ પુસ્તકો લખ્યા છે. તો, કચ્છી ભાષા ઉપર પણ પીએચડી કરી તેઓએ ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. હમણાં દસેક દિવસ અગાઉ જ સિંધી વાર્તાઓનું તેમનું પુસ્તક પ્રકાશિત થયું હતું. તેઓ સિંધી ભાષાના લોકપ્રિય લેખક હતા. સિંધી ભાષાના પ્રખર વિદ્વાન અને મર્મજ્ઞ એવા ડો. સતીષ રોહિડા નું પોતાની માતૃભાષા સિંધી માટેનું પ્રદાન અનન્ય હતું.

      તસ્વીર માં  ડો. સતીષ રોહડા અને સિંધી ભાષાના અભ્યાસ માટે આદિપુરની સિંધોલોજી ઇન્સ્ટિટ્યૂટ નજરે પડે છે

(9:32 am IST)